TOP NEWS

हर खबर आप तक, केवल आजतक 24 न्यूज पर, |    हर खबर आप तक, केवल आजतक 24 न्यूज पर,​ |    हर खबर आप तक, केवल आजतक 24 न्यूज पर, |   

રાજેન્દ્ર નગર ચોકડી નજીકથી પોલીસે ૧.૪૯ લાખના પોષડોડા ભરેલું પીકઅપ ડાલુ ઝડપ્યું




ગુજરાતમાં પણ નશીલા દ્રવ્યનો વેપાર ફૂલીફાલી રહ્યો છે. પોષડોડા એ નારકોટીક્સ પદાર્થ છે તેનો ઉપયોગ નશીલુ દ્રવ્ય બનાવવા થાય છેમોડાસા રૂરલ પોલીસ સ્ટેશનના પ્રો.ડીવાયએસપી ઈશ્વર પરમાર અને દિલીપસિંહ,શનાભાઈ,જયરાજસિંહ પોલીસકર્મીઓ સાથે અમદાવાદ-ઉદેપુર ને.હા.નં-૮ પર આવેલી રાજેન્દ્ર નગર ચોકડી નજીકથી રાજસ્થાન તરફથી આવતા વાહનોની વોચ ગોઠવી ચેકીંગ હાથધરતાં પુરપાટ ઝડપે પસાર થતા પીકઅપ ડાલાને અટકાવી તલાસી લેતા ડાલામાંથી ઘઉંના ભૂસાના કોથળાની આડમાં સંતાડેલ પ્લાસ્ટિકના થેલાઓમાં લઇ જવાતો પોષડોડાનો  ૨૪૯.૩૦૦ કિલો જથ્થો કીં.રૂ.૧૪૯૫૮૦/- નો જપ્ત કરી હુકુમ અમરસીંગ ચારણ (રહે,સાંગવી.ધુલે-મહારાષ્ટ્ર)

ની ધરપકડ કરી મોબાઈલ નંગ-૨ ,રોકડ રકમ તથા પીકપડાલુ મળી કુલ.રૂ.૨૭૫૩૮૦/- નો  જથ્થો જપ્ત કરી પીકઅપ ડાલાની સીટ નીચેથી બે પરપ્રાંતીય નંબરપ્લેટ મળી આવતા પોષડોડાનો જથ્થો ઘુસાડવા અલગ-અલગ નંબરપ્લેટનો ઉપયોગ કરતો હોવાની પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું મોડાસા રૂરલ પોલીસે હુકુમ અમરસીંગ ચારણ (રહે,સાંગવી.ધુલે-મહારાષ્ટ્ર) વિરુદ્ધ નૉર્કોટીક્સ એક્ટ હેઠળ ગુન્હો નોંધી આગળની તપાસ જિલ્લા એસઓજી ટીમને સુપ્રત કરી હતી. અને પીકઅપ ડાલામાંથી બે અલગ-અલગ નંબરપ્લેટ પણ મળી આવી હતી

કેતન પ્રણામી અરવલ્લી