બાયડ તાલુકા પ્રા.શિ.સંઘ મહામંત્રી અલ્પેશ (શરદ) પટેલ અને સહમંત્રી પંકજ બારોટ દ્વારા કુલ- ૨૭૨૪૧ માસ્ક તૈયાર કરાયા
કેતન પ્રણામી અરવલ્લી
અરવલ્લી જિલ્લાના માન.ડીડીઓ સાહેબ શ્રી, માન. ડીપીઈઓ સાહેબ શ્રી તેમજ માન.નાયબ ડીપીઈઓ સાહેબશ્રી ના નેજા હેઠળ મહિલા આઇટીઆઇ મોડાસા ખાતે અરવલ્લી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા તારીખ ૧૧-૪-૨૦૨૦ ના રોજ એક લાખ માસ્ક બનાવી આપવાનો ટાર્ગેટ નક્કી કરવામાં આવ્યો હતો તે ટાર્ગેટ નક્કી થતા જિલ્લાના તમામ તાલુકા પોતાની
ક્ષમતા અનુસાર કાપડ લઈ ગયેલ હતા. જેમાં બાયડ તાલુકા વતી માસ્ક બનાવી તૈયાર કરાવીને પહોંચાડવાની જવાબદારી બાયડ તાલુકા પ્રા. શિ. સંઘ મહામંત્રી અલ્પેશ (શરદ) પટેલ અને સહમંત્રી પંકજ બારોટ દ્વારા ઉપાડી લેવામાં આવી. જવાબદારી લેતાની સાથે જ બંને મિત્રો પોતાના માઈક્રો પ્લાનિંગ સાથે તાલુકાના સૌ શિક્ષક મિત્રો ના આર્થિક સહકાર અને તેમની મદદ થકી દરજી સમાજના મિત્રો પાસેથી માનદ વેતન આપીને બાયડ તાલુકાના કુલ- ૨૭૨૪૧ માસ્ક તૈયાર કરીને મોડાસા ખાતે આજરોજ જમા કરાવેલ છે. જીલ્લાના ૧,૦૦૦૦૦ એક લાખ માસ્કના ટાર્ગેટ સામે ૨૭ % માત્ર બાયડ
તાલુકા ના જમા થયેલ છે. બાયડ તાલુકાની શ્રેષ્ઠ માસ્ક કામગીરીની સફળતા નો પૂર્ણ શ્રેય તાલુકાના સૌ વ્હાલા શિક્ષકો ને ફાળે જાય છે. છેલ્લે આ સેવાકાર્યની પાછળ પથદર્શક બની સતત શિક્ષકોના માર્ગદર્શક બની રહેનાર ડીપીઇઓ શ્રી એ.કે.પટેલ સાહેબ અને નાયબ ડીપીઈઓ શ્રી સમીરભાઈ પટેલ સાહેબ ના આભારી રહીશું કે જેઓ શ્રીએ આ કોરોના મહામારી ને નાથવા માસ્ક કામગીરીના માનવ સેવા યજ્ઞમાં સહભાગી થવાનો મોકો આપ્યો. આ સાથે અમો ભગવાનને પ્રાર્થીએ છીએ કે જલ્દીથી આ કોરોના મહામારીનો નાશ થાય.