TOP NEWS

हर खबर आप तक, केवल आजतक 24 न्यूज पर, |    हर खबर आप तक, केवल आजतक 24 न्यूज पर,​ |    हर खबर आप तक, केवल आजतक 24 न्यूज पर, |   

કોરોનાનો બીજો કેસઃ અરવલ્લીમાં ધનસુરાના છેવાડીયા ગામની ૪૦ વર્ષની મહિલાને કોરોના,અમદાવાદથી પરત ફરી હતી મહિલા

કેતન પ્રણામી અરવલ્લી 


રાજ્યમાં કોરોનાના હોટસ્પોટ બનેલા અમદાવાદના નરોડા વિસ્તારમાં રહેતી ૪૦ વર્ષીય મહિલા આંતરજિલ્લા સરહદ સીલ હોવા છતાં ખાનગી વાહન મારફતે ગુરુવારે ધનસુરાના છેવાડીયા ગામે આવી પહોંચતા આરોગ્ય વિભાગને જાણ થતા તાબડતોડ મહિલાને વાત્રકની કોવીડ હોસ્પિટલમાં આઈસોલેટ કરી કોરોનાનો રિપોર્ટ કરાવતા મહિલાનો કોરોનાનો રિપોર્ટ પોઝેટીવ આવતા તંત્રમાં ભારે દોડધામ મચી હતી.અરવલ્લી જીલ્લામાં લોકડાઉનમાં આંતરરાજ્ય અને જિલ્લા સરહદો સીલ કરી હોવાના દાવાઓ થઈ રહ્યા છે તેમ છતાં મોટા પ્રમાણમાં લોકો અન્ય રાજ્ય, જિલ્લા અને કોરોનાગ્રસ્ત વિસ્તારમાંથી જીલ્લાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં પ્રવેશી ચુક્યા છે. તે ગમે તે ઘડીએ જિલ્લાવાસીઓ માટે કોરોના બૉમ્બ સાબિત થઈ શકે છે, ત્યારે જીલ્લાના ધનસુરા તાલુકાના છેવાડીયા ગામે લોકડાઉનમાં પણ અમદાવાદથી ૪૦ વર્ષીય

મહિલા આવી પહોંચતા આરોગ્ય વિભાગને જાણ થતા મહિલાને વાત્રક હોસ્પિટલમાં આઈસોલેશન વોર્ડમાં ખસેડી મહિલાના કોરોના ટેસ્ટ માટે પરીક્ષણ કરાવ્યું હતું. મહિલાને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા આરોગ્ય તંત્રમાં હડકંપ મચ્યો હતો. આરોગ્ય વિભાગે મહિલાના સંપર્કમાં આવેલા પરિવારજનો, આસપાસ રહેતા લોકોને કોરન્ટાઈન કરી થર્મલ સ્ક્રીનિંગની કામગીરી યુદ્ધના ધોરણે હાથધરી દીધી છે  હાલ છેવાડીયા ગામમાં અને આજુબાજુના વિસ્તારમાં પ્રવેશ પ્રતિબંધ ફરમાવી દીધો છે.વૃદ્ધાના સંપર્કમાં આવેલા પરિવારજનો અને લોકોને કોરન્ટાઈન કરી દેવામાં આવ્યા છે ત્યારે વધુ એક ૪૦ વર્ષીય મહિલા કોરોનાગ્રસ્ત બનતા જીલ્લાના લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે