TOP NEWS

हर खबर आप तक, केवल आजतक 24 न्यूज पर, |    हर खबर आप तक, केवल आजतक 24 न्यूज पर,​ |    हर खबर आप तक, केवल आजतक 24 न्यूज पर, |   

નાપડા પાસે થી દારૂ ભરેલી હોન્ડા સીટી કાર પલ્ટી ખાતાં ફિલ્મી દ્રશ્યો સર્જાયા : તેમાંથી 27000/- નો વિદેશી દારૂ મળી આવ્યો

કેતન પ્રણામી અરવલ્લી



            પોલીસ મહાનિર્દેશક ગાધીનગર શ્રી અભય ચુડાસમા , અરવલ્લી જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી સંજય ખેરાત ની સૂચનાથી  અરવલ્લી જીલ્લા એલ સી બીએ  દારૂ ની હેરફેર નેસ્ત નાબૂદ કરવાના અભિગમ હેતુ પ્રોહિબિશન ના કેસો શોધવા ઝુંબેશ હાથ ધરી છે જે સંદર્ભ અરવલ્લી જીલ્લા એલ સી બી પી.આઈ આર.કે
પરમાર તથા સ્ટાફ શામળાજી તરફ પ્રોહિબિશન વોચ ચેકીંગ મા હતા તે દરમ્યાન એક હોન્ડા સીટી કાર નંબર આર જે 27, 1 સી 7475 નાપડા પાસે પલટી ખાઈ ગયેલ જેની તપાસ કરતા કાર માથી વિદેશી દારૂ બોટલ નંગ 54 કિમત 27,000/- અને કાર ની કિમત 1,00,000 /- મળી કુલ 1,27,000/- નો મુદ્દામાલ જપ્ત કરી પ્રોહિબિશન એક્ટ મુજબ કાયદેસર  ની કાર્યવાહી કરી શામળાજી પોલીસ સ્ટેશન મા ગુન્હો દાખલ કરવામા આવેલ છે અરવલ્લી જીલ્લા એલ સી બી દ્વારા પ્રોહિબિશન પેટ્રોલિંગ દરમિયાન મુદ્દામાલ ઝડપી પ્રસંશનીય કામગીરી કરેલ છે .