કીડીખાઉની તસ્કરીના પર્દાફાશ, 1 શખ્સ ને દબોચ્યો અને 2 ચકમો આપી ફરાર, વન વિભાગની ટીમને ચકમો આપી આરોપીઓ ફરાર થતાં અનેક સવાલો ?
કેતન પ્રણામી અરવલ્લી
"વન વિભાગ દ્વારા કિડિખાઉ તસ્કરી મામલે હવાઇ કિલ્લા બાંધવા જેવી વાત !"
પશુઓને બચાવવા માટેની ઝુંબેશ એ લોહીના ખાબોચીયામાં આંગળી બોળવા જેવું છે. આંગળી પર લોહી ચોંટેલું જ રહે છે. તમે એક છીંડુ બંધ કરો જ્યારે બીજે ક્યાંક બમણા છીંડા ઊભા થઇ ગયા હોય છે. કીડીખાઉ(પેંગોલિયન) નો ઉપયોગ કેન્સર, સોરાઇસીસ, વજન ઘટવું, દમ જેવી બિમારી માટે તેના અંગોમાંથી દવા બનાવવા માટે ચીન તેમજ વિયેટનામ તેમજ ફાર્માસ્યુટિકલ કંપનીઓમાં મોટી ડિમાન્ડ હોવાથી તેની તસ્કરી કરતી ગેંગની ઝાળ સમગ્ર દેશમાં પાથરેલી છે કીડીખાઉનાં સ્કેલ્સ (ભીંગડા)માંથી ઔષધી બનાવાય છે.
તમિળનાડુ, ઓરિસા, કેરળના આદિવાસીઓ પણ આ પ્રાણીમાંથી દેશી ઉપચાર માટે દવા તરીકે તેનો ઉપયોગ કરતા હોવાથી અને ચામડાના બુટ તેમજ ફેશનની ચીજો બનાવવા શિકારીઓ છેલ્લા કેટલાક વર્ષથી પેંગોલીયનનો શિકાર કરતા આવ્યા છે. ઈન્ડીયન પેંગોલીયનની ભારતમાંથી મોટાપાયે હેરાફેરી થાય છે એમ વિશ્વમાં પણ તેનું નામ ટોપ પર છે.અરવલ્લી વનવિભાગ તંત્રેએ રતનપુર ચેકપોસ્ટ નજીકથી સેન્ટ્રો કારમાંથી બે મૃતક કીડીખાઉ સાથે એક શખ્શને ઝડપી લીધો હતો. સેન્ટ્રો કારમાં રહેલા અન્ય બે શખ્શો વનવિભાગની ટીમને ચકમો આપી ફરાર થઈ ગયા કીડીખાઉની તસ્કરીમાં આંતરરાજ્ય રેકેટ ચાલતું હોવાની સાથે કીડીખાઉને ખરીદનાર ટ્રેડરને ઝડપી પાડવા તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે. જોકે શામળાજી વન વિભાગ ની ટીમ દ્વારા કરવામાં આવતી કાર્યવાહી પર અનેક સવાલો ઉઠી રહ્યા છે.
શામળાજી RFO ના જણાવ્યા અનુસાર ગઇકાલે વન વિભાગની ટીમ અને પૉલિસની ટીમ દ્વારા વાહન તપાસ ચાલી રહી હતી, તે દરમિયાન ઉત્તરાખંડથી પાર્સિંગની સેન્ટ્રો કારમાંથી ત્રણ વ્યક્તિ કિડિખાઉની હેરાફેરી કરતા હોવાનું માલૂમ થયું હતું, જોકે બે ઇસમ ત્યાંથી ફરાર થઇ ગયા જ્યારે અન્ય એક ઇસમ દબોચાયો હતો. કારની તપાસ કરતા, તેમાં રહેલા કોથળામાંથી બે કિડિખાઉ મૃતહાલતમાં મળી આવ્યા હતા. વનવિભાગની ટીમે બંને મૃતક કીડીખાઉને પીએમ માટે સરકારી પશુ દવાખાને મોકલી આપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાની માહિતી વનવિભાગના સૂત્રો પાસેથી પ્રાપ્ત થઈ હતી. વનવિભાગ તંત્રના અધિકારીઓ આ અંગે મગનું નામ મરી પાડવા તૈયાર નથી કીડીખાઉ તસ્કરી પ્રકરણમાં આંતરરાજ્ય કે આંતરરાષ્ટ્રીય કૌભાંડનો પર્દાફાશ થઇ શકે તો નવાઈ નહિ....!!
કિડિખાઉ પ્રકરણ મામલે મોડી રાત્રે મોડાસા ACF અને ભિલોડા ACF દોડી આવ્યા!
વન વિભાગે ગઇકાલે મૃત કિડિખાઉ સાથે એક ઇસમ ઝડપી પાડતા મોડી રાત્રે વન વિભાગના ACF દોડી આવ્યા હતા અને ઝડપાયેલ ઇસમ સામે કાર્યવાહી કરવાનો દાવો કર્યો હતો જો કે વન વિભાગની કામગીરી પર અનેક સવાલો પણ ઉઠી રહ્યા છે. વન વિભાગ અને પૉલિસની ટીમ દ્વારા કરવામાં આવેલા સંયુક્ત ઑપરેશન વચ્ચે આરોપીઓ કેવી રીતે ફરાર થઇ ગયા તે પણ એક સવાલ છે. વન વિભાગ અને પૉલિસની ટીમ દ્વારા કરાયેલી કામગીરી વચ્ચે બે આરોપીઓ ડુંગર પર દોડી ગયા હતા ત્યાં સુધી શામળાજી વન વિભાગના રેન્જ ફૉરેસ્ટ ઑફિસર ની ટીમ, ફૉરેસ્ટર સહિતના ગાર્ડ માત્ર જોતા જ રહી ગયા હોય તેવું લાગ્યું.
જ્યારે આસમગ્ર મામલે મોડી રાત્રે વન વિભાગની ટીમ સાથે મીડિયા વાત કરી તો વન વિભાગના ભિલોડા ACF એ જણાવ્યું હતું કે, હાલ આ સમગ્ર મામલે વન વિભાગ દ્વારા કિડિખાઉ તસ્કરી ગેંગની ચેન સુધી પહોંચવાના પ્રયાસો કરી રહ્યું છે, માટે સંપૂર્ણ જાણકારી આપવી અશક્ય છે. ત્યારે અહીં પણ વન વિભાગની કામગીરી પર સવાલો ઉઠી રહ્યા છે કે, શું વન વિભાગ માત્ર હવાઇ કિલ્લા જ બાંધવાની વાતો કરે છે કે શું? હાલ તો વન વિભાગ જે પ્રમાણે કાર્યવાહી કરી રહ્યું છે, તેમાં કાંઇક રંધાઈ રહ્યું હોય તેની પણ ગંધ આવી રહી હોવાનું લોક મુખે ચર્ચાઇ રહ્યું છે.