અરવલ્લી પોલીસે રાજસ્થાનના બાઈક ચોરને ચોરેલી 3 બાઈક સાથે દબોચ્યો : ચોરેલ ત્રણ બાઈક ને કબ્જે કરી
કેતન પ્રણામી અરવલ્લી
નવનિયુક્ત ગાંધીનગર રેન્જ આઈજી અભય ચુડાસમા અને અરવલ્લી એસપી સંજય ખરાતના આગમન પછી જીલ્લામાં પ્રોહિબિશનની શખ્ત કાર્યવાહી,ચોરી લૂંટના વણઉકેલ્યા ગુન્હાનોનો ઝડપથી ભેદ ઉકેલાઈ રહ્યો છે અરવલ્લી એલસીબી પોલીસે શામળાજી-જીવણપુર રોડ પરથી ચોરીની બાઈક સાથે પસાર થઈ રહેલા રાજસ્થાનના બાઈકચોર સાગર કાંતિલાલ ગામેતીને ઝડપી પાડી બાઈક ચોરે ચોરેલ ત્રણ બાઈક રિકવર કરી આગળની તપાસ અર્થે મોડાસા રૂરલ પોલીસને સોંપ્યો હતો.
અરવલ્લી જીલ્લા એલસીબી પીઆઈ આર.કે.પરમાર અને તેમની ટીમ શામળાજી નજીક પેટ્રોલિંગમાં હતી ત્યારે રાજસ્થાનનો બાઈકચોર મોડાસા તરફ જઈ રહ્યો હોવાની બાતમી મળતા જીવણપુર નજીક ત્રણ રસ્તા પર વોચ ગોઠવી હતી બાતમી આધારિત બાઈક સાથે પસાર થતા સાગર કાંતિલાલ ગામેતી (રહે.કણબઈ,ખેરવાડા-રાજ) ને અટકાવી આગવી ઢબે પુછરપછ કરતા બાઈક ચોરીનું હોવાનું અને અન્ય બે બાઈકની ઉઠાંતરી કરી હોવાનું કબૂલ કરી લેતા બે પલ્સર રિકવર કરી કુલ રૂ.૨૦૦૦૦૦/- નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.