અરવલ્લી જીલ્લા કલેક્ટરને આવેદનપત્ર : ડ્રગ એન્ડ કેમિસ્ટ દુકાનના સંચાલકોની માંગણી, કેમિસ્ટ અને કર્મચારીઓને વીમા કવચની માંગ
કેતન પ્રણામી અરવલ્લી
સાબરકાંઠા-અરવલ્લી કેમિસ્ટ એસોસિયેશન ના પ્રમુખ દિપક પટેલ,મોડાસા કેમિસ્ટ એસો.ના પ્રમુખ સુરેશ શાહ અને સદસ્યોએ જીલ્લા કલેકટરને આવેદનપત્ર આપી જણાવ્યું હતું કે, રાજ્યમાં આવેલા ૩૨૦૦૦ કેમિસ્ટ સંચાલકો સહીત કર્મચારીઓને ગવર્મેન્ટ ઇન્સ્યોરન્સ સ્કીમમાં સમાવેશ કરી ૨૫ લાખનું વીમા કવચ, દરેક કેમિસ્ટ કર્મચારીઓની તબીબી ચકાસણી કરવામાં આવે, કેમિસ્ટ દુકાનોનું સેનિટાઇઝેશન કરવામાં આવે, સોશિયલ ડિસ્ટન્સિંગ માટે કેમિસ્ટ સંચાલકોને જવાબદાર ગણવામાં ન આવે. કોવિડ ૧૯ કર્મચારીઓને પાસ આપવામાં આવે જેથી સ્થાનિક કક્ષાએ તેઓને ફરજમાં આવવા જવા માટે કોઈ મુશ્કેલી પડે નહીં સહિતની રજુઆત કરી હતી જેમાં પુલીન મહેતા,અનિલ પટેલ અને રોશન પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા.
કોરોના વાયરસના સંકટના સમયમાં ફ્રન્ટ લાઈન વોરિયર્સ તરીકે રાજ્યમાં દવાના વેપારીઓ સેવા આપવા કાર્યરત છે ડીસ્ટ્રીકટ કેમિસ્ટ એસોસિયેશન દ્વારા રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણી તેમજ ખોરાક અને ઔષધ નિયમન તંત્ર કમિશનરને ઉલ્લેખીને જીલ્લા કલેકટરને આવેદનપત્ર આપી રાજ્યના તમામ ડ્રગ એન્ડ કેમિસ્ટની દુકાનોના સંચાલકો અને કર્મચારીઓને ગવર્મેન્ટ ઇન્સ્યોરન્સ સ્કીમમાં સમાવેશ કરવા સહીત વિવિધ તકેદારી રાખવાની માંગ કરી હતીમોડાસા કેમિસ્ટ એસો. ના કેમિસ્ટના જણાવ્યા અનુસાર, મોડાસા શહેર સહીત અરવલ્લી જીલ્લામાં દિવસે અને ઇમરજન્સી દવાની જરૂરિયાત જણાય ત્યારે કેમિસ્ટોની દુકાનો કાર્યરત રહે છે. કેમિસ્ટ સંચાલકો અને કર્મચારીઓને કોરોના સંક્રમણની શક્યતાને લઇ તેઓને પણ ૨૫ લાખ રૂપિયાનું વીમા કવચ સરકારે આપવું જોઈએ. સાથે દુકાનના પરિસરમાં સ્થાનિક મનપા દ્વારા સેનિટાઇઝેશનની કામગીરી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે