TOP NEWS

हर खबर आप तक, केवल आजतक 24 न्यूज पर, |    हर खबर आप तक, केवल आजतक 24 न्यूज पर,​ |    हर खबर आप तक, केवल आजतक 24 न्यूज पर, |   

અરવલ્લી જીલ્લા વહીવટી તંત્રની ઘોર બેદરકારીથી કોરોના પ્રવેશ્યો: અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિ પ્રમુખ

કેતન પ્રણામી અરવલ્લી


               અરવલ્લી જિલ્લામાં રવિવારથી બે દિવસમાં જ ૧૫ કેસ કોરોના પોઝીટીવ આવતાં જિલ્લાના લોકો સહિત તંત્રમાં હડકંપ મચી ગયો છે. ત્યારે જિલ્લામાં આવેલ તમામ લોકોની ટ્રાવેલીંગ હિસ્ટ્રી છે. જેના પગલે અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ક્લમેન્દ્રસિંહ પુવારે એક વિડીયોના માધ્યમથી તંત્રની બેદરકારીને કારણે અરવલ્લી જિલ્લામાં કોરોના સંક્રમણે પ્રવેશ કર્યો હોવાનો આક્ષેપ કર્યો હતો. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે તંત્ર દ્વારા કહેવાતું હતું કે જિલ્લાની સરહદો સીલ કરી દેવામાં આવી છે તો બહારથી લોકો જિલ્લામાં પ્રવેશ્યા કઈ રીતે ?


બીજી બાજુ તંત્ર દ્વારા ગામના સરપંચો ઉપર દબાણ કરવામાં આવી રહ્યા હતા કે કોઈ બહારથી પ્રવેશ ન કરે તેનું ધ્યાન રાખવું. ત્યારે હાલમાં તો ગામડાઓનું જીવન કોરોના પોઝીટીવ દર્દીઓ આવવાને કારણે અસ્ત વ્યસ્ત બની ગયું છે. હજુ પણ સમય છે ત્યારે તંત્રએ કડક હાથે પગલાં લઈને સરહદો ઉપર ચુસ્ત બંદોબસ્ત ગોઠવી અન્ય રાજ્ય કે જિલ્લાઓમાંથી લોકો ન આવે તે દિશામાં પગલાં ભરવા જોઈએ.૧૬ તારીખ પહેલાં જિલ્લો સુરક્ષિત હતો ત્યાં આજે ૧૬ જેટલા કોરોનાના કેસ આવી જતાં જિલ્લાના લોકો ભયભીત બન્યા છે. વહીવટી તંત્ર હજુ કડક કાર્યવાહી નહીં કરે તો કેટલાય લોકો કોરોનાનો શિકાર બની જશે ત્યારે અન્ય જિલ્લા કે રાજ્યોમાંથી આવતા લોકોને રોકીને જિલ્લાની સરહદો પર ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવે તેવી માંગ કરી હતી.અને અન્ય  જિલ્લામાંથી અરવલ્લીમાં મોડી રાત્રે અને વહેલી સવારે અમદાવાદ, વડોદરા, સુરત જેવા કોરોનાગ્રસ્ત વિસ્તારમાંથી લોકો કોઈ પણ પ્રકારની રોકટોક વગર પ્રવેશી ગયા છે.ત્યારે તંત્રએ કડક હાથે પગલાં લઈને સરહદો ઉપર ચુસ્ત બંદોબસ્ત ગોઠવી અન્ય રાજ્ય કે જિલ્લાઓમાંથી લોકો ન આવે તે દિશામાં પગલાં ભરવા જોઈએ.