અરવલ્લી જીલ્લામાં કોરોનાને કાબુમાં લેવા આરોગ્યતંત્રનો અનોખો પ્રયોગ ટેસ્ટ ઘટાડી કોરોનાને નાથવાનો પ્રયાસ..!
કેતન પ્રણામી અરવલ્લી
દેશમાં કોરોના વાયરસના કહેરને ઘટાડવા લોકડાઉન લાગુ કરવા છતાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા કૂદકેને ભૂસકે વધી રહી છે. ગુજરાતમાં સરકારના અથાગ પ્રયત્નો પછી પણ કોરોના બેકાબુ થતા સતત કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા વધી રહી છે. અરવલ્લી જીલ્લામાં લોકડાઉન-૨ અને 3માં ૭૯ લોકો કોરોનાગ્રસ્ત બનતા જિલ્લાને રેડ ઝોનમાં મૂકી દેવામાં આવ્યો હતો. મોડાસા શહેરમાં ૨૪ લોકો કોરોના પોઝિટિવ બનતા જીલ્લામાં કોરોના હોટસ્પોટ બન્યું હતું. ૬૨ દર્દીઓને
સારવાર પછી રજા આપવામાં આવી છે ત્યારે આરોગ્ય તંત્રએ જીલ્લામાં સેમ્પલ લેવાની પ્રક્રિયા નહિવત કરી દેવામાં આવી છે. કોરોના સંક્રમિત દર્દીઓના સંપર્કમાં આવેલા લોકોના પણ કોરોનાના ટેસ્ટ કરવામાં ન આવતા હોવાનું અને આરોગ્ય તંત્રએ કોરોનાને કાબુમાં લેવા અનોખો પ્રયોગ હાથધર્યો હોવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. કોરોના પોઝિટિવ દર્દીઓના સંપર્કમાં આવેલા લોકોને લીધે જીલ્લામાં કોરોના સંક્રમણ તીવ્રગતિએ ફેલાવવાની દહેશત પેદા થઇ છે.અરવલ્લી જિલ્લાને કોરોનાના કહેરને લઈને રેડ ઝોનમાં મુકવામાં આવ્યો છે એક મહિનાના ટૂંકા ગાળામાં ૭૯ કોરોના પોઝિટિવ દર્દી સાથે જિલ્લાના ૫ તાલુકા પ્રભાવિત બન્યા છે. જેને લઈને લોકોમાં ભયનો માહોલ છવાયેલો છે, ત્યારે આરોગ્ય તંત્રએ જીલ્લામાં કોરોનાના સેમ્પલિંગ પ્રક્રિયા ઘટાડી દેવામાં આવી છે. છેલ્લા ૪૮ કલાકમાં ૧૦ જેટલા જ કોરોનાના ટેસ્ટ માટે સેમ્પલ લેવામાં આવ્યા હોવાની અને સરકારની નવી ગાઈડ લાઈન મુજબ કોઈ પણ વ્યક્તિને લક્ષણ દેખાય તો જ તેનું સેમ્પલ લેવામાં આવી રહ્યું છે. તો બીજીબાજુ કોરોના સંક્રમિત દર્દીના સીધા સંપર્કમાં આવેલા લોકોને સરકારી ફેસિલિટી કોરન્ટાઇન કે પછી હોમ કોરન્ટાઇન કરી આરોગ્ય તંત્ર તકેદારી રાખી રહી હોવાની માહિતી આરોગ્ય સૂત્રો પાસેથી પ્રાપ્ત થઇ હતી. અરવલ્લી જીલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી કોરોનાના શંકાસ્પદ દર્દીઓમાં થયેલો નાટ્યાત્મક ઘટાડો પણ આરોગ્ય તંત્રની કામગીરી સામે અનેક પ્રશ્નાર્થ ઉભા કરી રહી છે.અરવલ્લી જિલ્લા આરોગ્ય અધિકારી ર્ડો. અમરનાથ વર્મા કોરોના હાહાકાર વચ્ચે અને લોકલ ટ્રાન્સમિશનના કોરોનાના વધતા જતા કેસ વચ્ચે અચાનક ૨૪ મે સુધીની રજા પર ઉતરી જતા જિલ્લા આરોગ્ય અધિકારી તરીકે ર્ડો. આશિષ નાયકને ચાર્જ સોંપવામાં આવ્યો છે, ત્યારે જીલ્લામાં છેલ્લા ૪૮ કલાકમાં કોરોનનાના ટેસ્ટ માટે કેટલા સેમ્પલ લેવાયા તેની વિગત મેળવવા મેસેજથી પ્રયત્ન કર્યા પછી ફોન કરતા થોડી વાર પછી જાણવું કહી ફોન મૂકી દીધો હતો.અત્રે ઉલ્લેખનીય છે કે, અરવલ્લી જીલ્લામાં અત્યાર સુધી નોંધાયેલા ૭૯ દર્દીઓમાંથી મહત્તમ દર્દીઓ ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવતા હોવાની સાથે મોટા ભાગના દર્દીઓમાં કોરોનાના કોઈ જ લક્ષણો દેખાતા ન હતા તેમ છતાં તેમના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. ત્યારે તંત્ર દ્વારા તાજેતરમાં નોંધાયેલા કોરોના પોઝિટિવ દર્દીના સંપર્કમાં આવેલા વ્યક્તિઓ અને પરિવારજનોના સેમ્પલ લેવામાં ન આવતા લોકોમાં સંક્રમણ ફેલાવવાનો ભય ઉભો થવા પામ્યો છે.