TOP NEWS

हर खबर आप तक, केवल आजतक 24 न्यूज पर, |    हर खबर आप तक, केवल आजतक 24 न्यूज पर,​ |    हर खबर आप तक, केवल आजतक 24 न्यूज पर, |   

૨૧ જૂન આજે વિશ્વ યોગ દિવસ ‘યોગ એટ હોમ, યોગ વિથ ફેમિલી સાથે યોગદિનની ઉજવણી કરો

કેતન પ્રણામી અરવલ્લી


       ભારતીય સંસ્કૃતિની ઓળખ સમાન યોગને સમગ્ર વિશ્વએ સ્વીકાર કર્યો છે અને ૨૧ જૂનને વિશ્વ યોગ દિન તરીકે ઉજવણી કરવામાં આવે છે ત્યારે હાલમાં કોરોનાની મહામારીમાં કોરોનાના સંક્રમણ બચવા અને રોગપ્રતિકાર શક્તિત વધારવા ‘યોગ’ એક અસરકારક માધ્યમ છે.

કોરોના સામેની લડાઇને વધુ મજબૂત બનાવવા રાજય સરકારે યોગ કરીશુ કોરોનાને હરાવીશુ અભિયાન થકી તમામ લોકોને યોગમાં જોડાવાનું આહ્વાન કરવામાં આવ્યું છે. અભિયાનને વેંગવતું બનાવવા અરવલ્લી જિલ્લાના યુવાનો, બાળકો અને વૃધ્ધો સૌ સહભાગી બની, પોતાના મનપસંદ યોગાસન કરાતા હોય તેવી યોગમુદ્વાનો ફોટો  ફેસબુક, ટ્વીટર અને ઈન્સ્ટાગ્રામ જેવા સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર #DoYogaBeatCorona ના લખાણ સાથે પોસ્ટ કરવી. 
આ સાથે કોરોનાના કપરા કાળમાંથી પસાર થઇ રહ્યા છે ત્યારે તમામ લોકોને સંક્રમણથી બચવા ઘરે રહી ‘યોગ એટ હોમ, યોગ વિથ ફેમિલી’  પોતાના પરીવાર સાથે યોગ દિનની ઉજવણી સહભાગી બનવા અનુરોધ કરવામાં આવ્યો છે.