TOP NEWS

हर खबर आप तक, केवल आजतक 24 न्यूज पर, |    हर खबर आप तक, केवल आजतक 24 न्यूज पर,​ |    हर खबर आप तक, केवल आजतक 24 न्यूज पर, |   

પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા સામે આક્રોશ મોડાસા સહીત ઠેર ઠેર કોંગ્રેસના વિરોધ પ્રદર્શન

કેતન પ્રણામી અરવલ્લી 

પેટ્રોલ-ડીઝલ ઉપર અસહ્ય વેરા કેન્દ્ર સરકારે લાગુ કરી કોરોના અને મહામંદીથી પીડાતા લોકોને રાહત આપવાને બદલે ઊલટું પડ્યા પર પાટુ માર્યું હોવાનું જણાવતા કોંગ્રેસ દ્વારા આ મુદ્દે વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે. જે મુદ્દે લોકોમાં પ્રવર્તતા આક્રોશને વાચા આપવા રાજકોટ, મોડાસા શ્હેર સહીત ગુજરાતમાં ઠેર ઠેર ઉગ્ર વિરોધ નોંધાવ્યા હતો અને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઝિંકાયેલો ભાવ વધારો પરત લેવા અને ભાવમાં રાહત આપવામાં માંગ કરી હતી.એક તરફ કોરોના વાયરસ સમગ્ર ભારતને બાનમાં લીધું છે, તો બીજી તરફ લોકડાઉનબાદ પેટ્રોલ ડીઝલના ભાવમાં છેલ્લા ૧૮  દિવસ થી સતત વધી રહ્યા છે. અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરમાં કોંગ્રેસના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ઠાકોરની

આગેવાનીમાં શહેરના ચાર રસ્તા પર વિરોધ કરવામાં આવ્યો હતો. મોડાસાના ધારાસભ્ય અને કોંગ્રેસના કાર્યકર્તાઓ હાયરે ભાજપ હાયહાયના નારા બોલાવી પેટ્રોલ ડિઝલના ભાવ ઘટાડવા સરકારને વિનંતી કરી હતી. કોરોના વાયરસને કારણે ગરીબ અને મધ્યમ વર્ગના લોકો મુશ્કેલી થી જીવન નિર્વાહ કરી રહ્યા છે ત્યારે સરકાર દ્વારા પેટ્રોલ ડીઝલના ભાવ પર નિયંત્રણ લાવવામાં આવે તે જરૂરી છે. આ વિરોધમાં મોડાસા શહેર અને તાલુકા કોંગ્રેસના અગ્રણીઓ અને જીલ્લા પંચાયત તાલુકા પંચાયતના સદશ્યો અને કાર્યકરો જોડાયા હતા.