અરવલ્લીમાં અનાજ વિતરણ કામગીરી પૂર્ણ : ૧.૨૦ લાખ લોકોએ લીધો લાભ
કેતન પ્રણામી અરવલ્લી
અરવલ્લી જિલ્લામાં ૧૫ થી ૨૪ જૂન દરમિયાન NFSA અને NON NFSA રેશનકાર્ડ ધારકોને અનાજ વિતરણ હાથ ધરાયું ત્યારે વિતરણના અંતિમ તબક્કામાં ૧,૨૦,૯૬૬ રેશનકાર્ડ ધારકોએ સરકાર માન્ય અનાજની દુકાન પર જઇને પોતાનો જથ્થો લીધો હતો.
રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો ૨૦૧૩ અન્વયે અરવલ્લી જિલ્લામાં All NFSA ના ૧,૪૩,૧૮૪ કાર્ડધારકોનોંધાયા છે. જેમાં NON NFSA ના ૬૩૭૯ મળી કુલ ૧,૪૯,૫૬૩ કાર્ડધારકો નોંધાયેલા છે. જેમાંથી ૧,૨૦,૯૬૬ રેશનકાર્ડ ધારકોએ સરકાર માન્ય જિલ્લાની ૩૯૬ વ્યાજબી ભાવની દુકાનો પરથી જૂન માસ દરમિયાન કુટુંબ દીઠ ૧૦ કિલો ઘઉં, ૩ કિલો ચોખા, ૧ કિલો દાળ અને ૧ કિલો ખાંડ નું જથ્થાનું વિનામૂલ્યે અનાજનું વિતરણ કામગીરી હાથ ધરાઇ હતી. જેમાં મોડાસામાં ૨૧૯૮૫, મેધરજમાં ૨૧૪૮૮, માલપુરમાં ૧૨૧૪૯ ભિલોડામાં ૩૧૨૩૫ બાયડમાં ૨૨૬૮૧ અને ધનસુરા તાલુકાના ૧૧૪૨૮ મળી કુલ ૧,૨૦,૯૬૬ રેશનકાર્ડ ધારકોએ લાભ લીધો હતો.