TOP NEWS

हर खबर आप तक, केवल आजतक 24 न्यूज पर, |    हर खबर आप तक, केवल आजतक 24 न्यूज पर,​ |    हर खबर आप तक, केवल आजतक 24 न्यूज पर, |   

અરવલ્લી જિલ્લામાં હિંદુ ધર્મનો દિવાસાના તહેવારને અનુલક્ષીમાં ૩૧ જુલાઇ સુધી સભા ભરવી કે બોલાવવી નહી તેમજ સરઘસ કાઢવા પર પ્રતિબંધિક હુકમો જાહેર કરાયા

અરવલ્લી
જિલ્લામાં આગામી સમયમાં હિંદુ ધર્મનો દિવાસાનો તહેવાર આવતો હોઇ અને પવિત્ર શ્રાવણ માસ આવતો હોઇ તેમજ  ખાનગી ઇનપુટોને ધ્યાને લેતાં જિલ્લામાં કાયદો વ્યવસ્થા જળવાય તે માટે તા. ૧૬- ૦૭-૨૦૨૦ ના કલાક ૦૦-૦૦થી તા. ૩૧- ૦૭-૨૦૨૦ ના કલાક ૨૪-૦૦ કલાક સુધી સમગ્ર જિલ્લામાં અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ .આર.જે.વલવી અરવલ્લી જિલ્લા, મોડાસાને ગુજરાત પોલીસ અધિનિયમની કલમ- ૩૭ (૧) થી મળેલ સત્તાની રુએ  પ્રતિબંધિક મનાઇ હુકમો જાહેર કરાયા છે

સમગ્ર જિલ્લામાં ૩૧ જુલાઇ સુધી કોઇ સભા ભરવી કે બોલાવવી નહી તેમજ સરઘસ કાઢવું નહી.આ હુકમ જે માણસ સરકારી નોકરીમાં અથવા કામગીરીમાં હોય તેને અથવા હોમગાર્ડ કે જેઓ સરકારી ફરજ ઉપર હોય તેઓને તથા ખેતીના ઓજારો વિગેરે લઇ જતા ખેડૃતોને તેમજ અન્ય સરકારી કાર્યક્રમને લાગું પડશે નહીં. આ જાહેરનામાનો ભંગ કરનાર અથવા કરાવનાર  ગુજરાત પોલીસ અધિનિયમની કલમ-૧૩૫ (૩) તેમજ ભારતના ફોજદારી અધિનિયમ-૧૮૬૦ ના ને  કલમ-૧૮૮ હેઠળ શિક્ષાને પાત્ર થશે.

કેતન પ્રણામી
અરવલ્લી