અરવલ્લી કલેક્ટર અમૃતેશ ઔરંગાબાદકર બીજેપીના કાર્યકર તરીકે વર્તતા હોવાનો બાયડના ધારાસભ્ય જશું પટેલ ના આક્ષેપ થી ખડભડાટ
અરવલ્લી જીલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જીલ્લાના મુખ્યમથક મોડાસા શહેર સહીત તાલુકા મથકે સિવિલ હોસ્પિટલની માંગ સાથે ધરણા કાર્યક્રમ યોજ્યો હતો પ્રતીક ઉપવાસ પર બેઠેલા બાયડ-માલપુરના ધારાસભ્ય
જશુભાઈ પટેલે અગાઉ કલેક્ટરને જીલ્લામાં કોરોનાની સ્થિતિ અંગે ખબર ન હોવાનો આક્ષેપ કર્યો હતો ત્યારે આજે વધુ એકવાર જીલ્લા કલેક્ટર અમૃતેશ ઔરંગાબાદકર ભાજપનું પ્રતિનિધિત્વ કરતા હોવાનો આક્ષેપ કરતાં જીલ્લાના રાજકારણમાં હડકંપ મચ્યો છે.માલપુર બાયડના ધારાસભ્યએ અરવલ્લી જિલ્લા કલેક્ટર પર ભાજપનું પ્રતિનિધિત્વ કરવાનો આક્ષેપ કરતા જણાવ્યું હતું કે કલેક્ટર સરકારના કહેવા મુજબ ચાલી રહ્યા છે.તેમજ જીલ્લાની આમ પ્રજા અને ત્રણે ધારાસભ્યો કોંગ્રેસના હોવાથી જીલ્લામાં વિકાસના તમામ કામોમાં સરકાર રોડા નાખી રહી છે કોરોનાની મહામારીમાં હોસ્પિટલનું નિર્માણ તો ઠીક વૈકલ્પીક વ્યવસ્થા ઉભી ન થાય તે માટે સરકાર પ્રયત્નો કરી રહી છે વિપક્ષ તરીકે જીલ્લાના પ્રાણ પ્રશોની રજુઆત કરીએ ત્યારે પોલીસને આગળ ધરી દે છે અને પોલીસ પણ દંડાવાળી કરતી હોવાનું જણાવ્યું હતું અને આગામી સમયમાં સિવિલ હોસ્પિટલ માટે આમરણાંત ઉપવાસ પર ઉતરવું પડે તો ઉતરવાની તૈયારી હોવાનું જણાવ્યું હતું.
કેતન પ્રણામી
અરવલ્લી