માલપુરના હેલોદર માં ઠાકોર સેના ના ગ્રામ સમિતિના પ્રમુખ અને ઉપપ્રમુખ એવા બંને પિતરાઈ ભાઈઓની હત્યા થતા ચકચાર : પોલીસ કાફલો ઘટનાસ્થળે
કેતન પ્રણામી અરવલ્લી
અરવલ્લી જીલ્લામાં માલપુર તાલુકાના હેલોદર ગામના બે યુવાન પિતરાઈ ભાઈઓના ગામની સીમમાંથી હત્યા કરાયેલ મૃતદેહ મળી આવતા ભારે ચકચાર મચી હતી. ઘટનાની ગંભીરતાના પગલે જીલ્લા પોલીસવડા સંજય ખરાત, ડીવાયએસપી ભરત બસિયા અને પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતા. હેલોદર ગામની સિમમાંથી બે યુવાન પિતરાઈ ભાઈઓની હત્યાના પગલે ધારાસભ્ય જશું પટેલ અને પૂર્વ ધારાસભ્ય ધવલસિંહ ઝાલા સહીત લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે ઉમટ્યા હતા. માલપુર પોલીસે બંને યુવકના મૃતદેહને પીએમ માટે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી. એક જ પરિવારના બે આશાસ્પદ યુવકોની હત્યાના
પગલે પરિવારજનોએ ભારે આક્રંદ કરી મુકતા વાતાવરણમાં ગમગીની છવાઈ હતી પ્રાપ્ત માહિતી અનુસાર માલપુર તાલુકાના હેલોદર ગામે રહેતા અને ઠાકોર સેના ગ્રામ સમિતિના પ્રમુખ વિક્રમભાઈ તથા ઉપપ્રમુખ મનુભાઈ નામના યુવાન પિતરાઈ ભાઈઓ ગત સાંજના સુમારે ઘરેથી કોઈ કામકાજ અર્થે સાથે નીકળ્યા હતા. મોડી રાત સુધી ઘરે પરત ન ફરતા પરિવારજનોએ બંને યુવકોનો મોબાઇલ પર સંપર્ક સાધવાનો સતત પ્રયત્ન કર્યો હતો, પરંતુ બંને યુવકોના મોબાઈલ પણ સ્વીચ ઓફ આવતા પરિવારજનોએ અને લોકોએ બંને યુવકોની શોધખોળ હાથધરી હતી, પરંતુ બંને યુવકોની કોઈ ભાળ મળી ન હતી ત્યારબાદ આજે સવારે બંને યુવકોના તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરાયેલ હાલતમાં બંનેના મૃતદેહ ગામની સીમમાંથી મળી આવતા પરિવારજનો ઘટનાસ્થળે પહોંચી બંને યુવકની લાશ જોઈ આઘાતમાં સરી પડ્યા હતા.ઠાકોર સમાજના બે આશાસ્પદ યુવકોની કરણપીણ હત્યાના પગલે ઠાકોર સમાજના અગ્રણી, યુવાનો અને લોકોના ટોળેટોળા મોટી સંખ્યામાં ઉમટ્યા હતા લોકોમાં યુવાનોની હત્યાના પગલે ભારે આક્રોશ સાથે વાતાવરણ તંગદિલી ભરી બનતા જીલ્લા પોલીસે મોટો કાફલો ઘટનાસ્થળે ખડકી દીધો હતો.માલપુર પીએસઆઈ એન.એમ.સોલંકી અને તેમની ટીમે બંને યુવકોના મૃતદેહને પીએમ માટે ખસેડવા કાર્યવાહી હાથધરી હતી જીલ્લા પોલીસ બંને યુવાનોની હત્યાની ગૂંથી ઉકેલવા ગતિવિધિ તેજ કરી દીધી હોવાની માહિતી પોલીસસૂત્રો પાસેથી પ્રાપ્ત થઈ હતી.