TOP NEWS

हर खबर आप तक, केवल आजतक 24 न्यूज पर, |    हर खबर आप तक, केवल आजतक 24 न्यूज पर,​ |    हर खबर आप तक, केवल आजतक 24 न्यूज पर, |   

મોડાસા તાલુકાના રખિયાલ ગામના અનુસૂચિત સમાજ દ્વારા સામાજિક વાડી માટે છેલ્લા 22 વર્ષથી ભચડિયા ગ્રામ પંચાયત દ્વારા ઠરાવ કરી આપવા છતાં ફાળવવા માં ન આવતા પરિણામલક્ષી ન્યાય મળે તે અંગે અરવલ્લી જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપ્યું

કેતન પ્રણામી અરવલ્લી






 અરવલ્લી જીલ્લાના મોડાસા તાલુકાના રખિયાલ ગામમાં અનુસૂચિત સમાજના  સામાજિક હિત અર્થે વાડી માટે  22 વર્ષથી  ભચડિયા ગ્રામ પંચાયત દ્વારા રખિયાલ ગામના સર્વે નંબર 3 ના પ્લોટ નંબર 49 માં સમાજના સામાજિક હિત માટે ત્રણ - ત્રણ ઠરાવો  કરી આપેલ છે.તેમજ 2012,2015 અને 2019 ની ગ્રામસભામાં પણ વિકાસના કામ ના આયોજનમાં મુકેલ છે અને 2019 માં સામાજિક હિત માટેનો ભલામણ પત્ર




પણ જિલ્લા વિકાસ અધિકારીને  ભચડીયા  ગ્રામ પંચાયતે કરેલ છે તેમ છતાં પણ 22 વર્ષથી કોઈ પણ કાર્યવાહી થતી ન હોવાથી રખિયાલ અનુસૂચિત સમાજ દ્વારા  જિલ્લા કલેકટરને આવેદન પત્ર આપ્યું હતું .અને વિગતમાં જણાવ્યું હતું કે તંત્ર દ્વારા 15 દિવસની રાહ જોઈશું જો પરિણામ લક્ષી પરિણામ  નહિ મળે તો રખિયાલ ગામના અનુસૂચિત સમાજના  ભાઈઓ બહેનો દ્વારા અચોક્કસ મુદ્દતની ભૂખ હડતાળ પર બેસી અહિંસક રીતે ગાંધી ચિંધ્યા માર્ગે  આંદોલન કરવાની તૈયારી બતાવી હતી.અને આ આંદોલનમાં કોરોના ને લઈને સરકારના નિયમોનુસાર પાલન કરવાની પણ ખાત્રી આપી હતી