TOP NEWS

हर खबर आप तक, केवल आजतक 24 न्यूज पर, |    हर खबर आप तक, केवल आजतक 24 न्यूज पर,​ |    हर खबर आप तक, केवल आजतक 24 न्यूज पर, |   

શામળાજી ઉદેપુર હાઈવે ઢાબા અને રોડ પર ટ્રકોની પાર્ક કરી ટ્રક ચાલકો રસ્તા પર પડી રહેવા મજબુર :પોલીસનું સતત પેટ્રોલિંગ

કેતન પ્રણામી અરવલ્લી



રાજસ્થાનમાં છેલ્લા ૧૫ દિવસોથી શિક્ષક ભરતીના મામલે આંદોલન ચાલી રહયું છે.પરંતુ આ ભરતી આંદોલનમાં ગુરુવારે રાત્રીથી ઉગ્રરૂપ ધારણ કરતા આંદોલનકારીઓએ વાહનો સળગાવી દેવા પેટ્રોલપંપ ઉપર હુમલાથી માંડી ફરજ પરના સરકારી કર્મીઓ ઉપર ભારે પથ્થરમારાના વધતા બનાવો બાદ હિંસક બની રહેલ આ આંદોલન વધુ વિસ્તારોમાં વકર્યું છે. આંદોલનને પગલે નેશનલ હાઈવે બંધ કરાતાં પ્રશાસન દ્વારા વાહનો અન્ય માર્ગો ઉપર ડાયવર્ટ કરાયા હતા.જોકે આ આંદોલનની કોઈ અસર જિલ્લાના સરહદી વિસ્તારમાં નહી હોવાનું અને કાયદો વ્યવસ્થાની સ્થિતિ સંપૂર્ણ નિયંત્રણમાં હોવાનું પોલીસવડાએ જણાવતાં રાહત પ્રસરી હતી.જીલ્લા પોલીસવડા સંજય ખરાતે સરહદી વિસ્તારમાં આદિવાસી સમાજના અગ્રણીઓ સાથે મીટિંગ યોજી અરવલ્લી જિલ્લામાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચર્ચા કરી તમામ લોકોને સંયમ જાળવવા જણાવ્યું હતું આંદોલનને પગલે નેશનલ હાઈવે બંધ કરાતાં પ્રશાસન દ્વારા વાહનો અન્ય માર્ગો



ઉપર ડાયવર્ટ કરાયા હતા.હાલ શામળાજી-ઉદેપુર હાઈવે તકેદારીના ભાગ રૂપે બંધ કરવામાં આવતા ટ્રક ચાલકોની રોડ પર કતારો લાગી છે હાલ તો ટ્રક ચાલકો જ્યાં જગ્યા મળી ત્યાં ટ્રક પાર્ક કરી રહ્યા છે મોડાસા ટોલપ્લાઝા થી શામળાજી સુધી ટ્રક પાર્ક કરેલા અને રોડ સાઈડ ઠેર ઠેર જોવા મળી રહ્યા છે. નેશનલ હાઈવે.નં-૮ શામળાજી થી રાજસ્થાનમાં પ્રવેશ બંધ કરવામાં આવતા ટ્રક તથા અન્ય વાહનોને અંબાજી-છીપરી ચેકપોસ્ટ તરફ ડાઈવર્ટ કરી દેવામાં આવ્યા છે. જેથી અંતર વધી ગયું છે. જ્યારે કેટલાક ટ્રકવાળાઓએ હાઈવે પર આવેલા ઢાબા પર ટ્રક પાર્ક કરી દીધા છે. અત્યારે રાજસ્થાન બોર્ડર બંધ કરી દેવાતા અરવલ્લી હાઈવે સુમસામ બની ગયો છે. શ્યામલાજી-ઉદયપુર હાઈવે સતત ધમધમતો હાઈવે છે. પણ આ આંદોલનને કારણે હાઈવે પર કોઈ ચહલપહલ નથી. હજારો ટ્રક હાઈવે પર આવેલી હોટેલ પર થંભી ગયા છે. અમદાવાદ-ઉદયપુર હાઈવે છેલ્લા 36થી પણ વધારે કલાકથી બ્લોક કરી દેવામાં આવ્યો છે. ડુંગરપુર અને બાંસવાડામાં ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે. આ આંદોલનને વેગ આપવા માટે ઉત્તર ગુજરાતના આદિવાસી વિદ્યાર્થીઓ તરફથી શ્યામલાજી પાસે આંતર રાજ્ય બોર્ડર નજીક આશ્રમ ચાર રસ્તા પાસે ચક્કાજામ કરી દેવામાં આવ્યું છે.અરવલ્લી જિલ્લાના પોલીસ વડા સંજય ખરાતે જણાવ્યું હતું કે, હાલ સ્થિતિ નિયંત્રણમાં છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત તહેનાત કરવામાં આવ્યો છે. આ આંદોલનની અસર જિલ્લાના સરહદી વિસ્તારમાં નથી. ડુંગરપુર નજીક શુક્રવારે બપોરે 20 વાહનોને આગચંપી કરવામાં આવી હતી. નેશનલ હાઈવે 8 બંધ કરી દેવામાં આવ્યો છે. જે હિંમતનગર-શ્યામલાજીથીને ઉદયપુર સુધી જાય છે. આ આંદોલનને કારણે હાઈવે પરની ચહલપહલ ઘટી ગઈ છે. હાઈવે પર વાહનોના થપ્પા લાગી ગયા છે. જેના કારણે અનેક લોકો અટવાયા છે. બે વર્ષ પહેલા શિક્ષકોની 5431 જગ્યા પર ભરતી કરવામાં આવી હતી. જે ભરતી પ્રક્રિયા દરમિયાન બેઠકોની ઠરાવેલ ટકાવારી અનુસાર આદિજાતિની 589 અને અન્ય 965 જગ્યાઓ પર ઉમેદાવારોની ભરતી કરવામાં આવી હતી. બાકી રહેલી જગ્યાઓ પર આદિજાતિ વિદ્યાર્થીઓનો ઉમેદવારીનો પ્રશ્ન છેડાયો છે. આ ટકાવારી અને બેઠકોના મુદ્દે આંદોલન શરૂ થયું હતું. જેને શુક્રવારે એક હિંસક રૂપ ધારણ કર્યું હતું.