ખેતરમાં પાક બચાવવા અપાયેલ કરન્ટે માતા-પુત્રનો ભોગ લીધો ધનસુરાના હીરાપુર કંપા અને નારાણપુર ગામ વચ્ચે જૂથ અથડામણ
કેતન પ્રણામી અરવલ્લી
ધનસુરા તાલુકાના હીરાપુર કંપાના ખેડૂતે પાક બચાવવા ખેતરની આજુબાજુ તારની જાળી બનાવી વીજકરંટ આપતા નજીકમાંથી ત્રણ વર્ષના બાળક સાથે પસાર થતી નારણપુરા ગામની મહિલાને વીજકરંટ લગતા પુત્ર-માતાનું કમકમાટી ભર્યું મોત નિપજતા વાતાવરણમાં તંગદિલી ફેલાવાની સાથે સામાન્ય
બોલાચાલી બાદ રોષે ભરાયેલ નારણપુરા ગામના ગ્રામજનોએ હલ્લાબોલ કરતા બંને ગામના લોકો વચ્ચે જૂથ અથડામણ અને પથ્થરમારો થતા ૧૫ થી વધુ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો સ્થિતિ પર કાબુ મેળવવા પ્રયત્નો હાથધર્યા હતા.ધનસુરાના હીરાપુર કંપાના ખેડૂતે ખેતરમાં પાકને સુરક્ષા માટે લગાવેલા વીજ તારનો કરન્ટ લાગતા નારણપુરા ગામની હિરલબેન અને તેના ત્રણ વર્ષનો પુત્ર કાળનો કોળિયો બની ગયો હતો. વીજકરંટની ઘટનાને પગલે માતા-પુત્રની લાશને ખેડૂતે અન્યત્ર ખસેડી દઈ સમગ્ર મામલાને રફેદફે કરવાનો પ્રયત્ન કર્યો હોવાનો મૃતકના પરિવારજનો અને ગ્રામજનોએ આક્ષેપ કર્યો હતો પરિવારજનોએ ખેતરના માલિક સામે પગલાં ન ભરાય ત્યાં સુધી લાશ સ્વીકારવાનો અને ઇન્કાર કરી દીધો હતો પરિવારના આક્રંદના લીધે વાતાવરણ ગમગીન બની ગયું હતું
ખેડૂતની એક ગંભીર ભૂલનું પરિણામ ધનસુરાના નારણપુરાનો પરિવાર બનતા નાનકડાં પરિવારનો માળો વિખેરાઈ ગયો હતો.હીરાપુર કંપાના ખેડૂતના જંગલી પ્રાણીઓથી પાકના બચાવ માટે ગેરકાયદેસર રીતે ખેતરની ચારે બાજુ તાર લગાવી વીજકરંટ ઉતારતા નારણપુરા ગામની મહિલા અને પુત્ર વીજકરંટથી મોત નિપજતા નારણપુરા ગામના ગ્રામજનો મોટી સંખ્યામાં ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને હીરાપુર કંપાના ગ્રામજનો સાથે બોલાચાલી પછી પથ્થરમારો થતા જૂથ
અથડામણ થતા ભારે તંગદિલી સર્જાઈ હતી. જૂથ અથડામણના પગલે ધનસુરા પોલીસ સ્ટેશનના મહિલા પી.આઈ રાઠોડે ઘટનાની ગંભીરતા સમજી જિલ્લા કંટ્રોલને જાણ કરતા જિલ્લાનો પોલીસ કાફલો હીરાપુર કંપા અને નારણપુરા ગામે ખડકી દઈ પરિસ્થિતિ વધુ વણસે તે પહેલા કાબુ મેળવી લીધો હતો. પોલીસે મૃતક માતા-પુત્રના પરિવારજનો અને સગા-સંબંધીઓ સાથે ચર્ચાનો દોર શરુ કરી કસુવારો સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશેની હૈયાધારણા આપી લાશને પીએમ કરાવવા સમજાવટ કરવામાં આવી હતી