મોડાસા નગરપાલિકા દ્વારા રોજમદારોને ૨૩ કિલોની ૨૦૦ કરિયાણા કીટનું વિતરણ કરવામાં આવ્યું
કેતન પ્રણામી અરવલ્લી
સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસ હાહાકાર મચાવી રહ્યો છે ત્યારે આવી કપરી પરિસ્થિતિ માં પોતાના જાનનાં જોખમે કામ કરી રહેલા મોડાસા નગરપાલિકાના વિવિધ વિભાગોના કોરોના વોરિયર્સને 23 કિલો ની કરિયાણાની 200કીટ નું વિતરણ કરવામાં આવ્યું,, સમગ્ર શહેરમાં સફાઇ કરી સ્વચ્છતા રાખતાં તેમજ પાણી, ગટર, સ્ટ્રીટલાઈટ, સેનીટાઈઝેશન, ફાયર જેવી આવશ્યક સેવા પૂરી પાડતા, ઓછી આવક ધરાવતા મોડાસા નગરપાલિકાના સફાઈ કામદારો , રોજમદારો, મજૂરોને કોરોના વાયરસ જેવી ગંભીર પરિસ્થિતિમાં મદદ પૂરી પાડવાના હેતુ સાથે નગરપાલિકાના કર્મચારીઓ અને નગરપાલિકા સાથે વ્યાવસાયિક રીતે જોડાયેલા લોકો, દાતાઓના સહયોગથી
એક મહિનો ચાલે તેટલા રાશનની 23kg ની 200જેટલી કીટ તૈયાર કરી આપવામાં આવી હતી. આ માટે કોઈપણ સરકારી ગ્રાન્ટ કે સ્વ-ભંડોળમાં ખર્ચ પાડ્યા સિવાય પોતાના સાથી
કર્મચારીઓને મદદ પુરી પાડવાના હેતુ સાથે ફાળો વકઠો કરી,,આ કીટની સાધનસામગ્રી મેળવી જાતે જ કીટ તૈયાર કરી કર્મચારીઓમાં વિતરણ કરવામાં આવી હતી. જેથી કીટ પ્રાપ્ત કરનાર કર્મચારીઓ માં ખુશી નો માહોલ જોવા મળ્યો હતો.