TOP NEWS

हर खबर आप तक, केवल आजतक 24 न्यूज पर, |    हर खबर आप तक, केवल आजतक 24 न्यूज पर,​ |    हर खबर आप तक, केवल आजतक 24 न्यूज पर, |   

માલપુર પોલીસે ૨૪ કલાકમાં ત્રણ બુટલેગરો ગ્રામ્ય વિસ્તારોમાં રેડ કરતા :૧૫ હજારનો દેશી-વિદેશી દારૂ ઝડપ્યો

કેતન પ્રણામી અરવલ્લી


અરવલ્લી જિલ્લાના માલપુર પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીએસઆઈ એન.એમ.સોલંકીએ ચાર્જ સાંભળતાની સાથે માલપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં દેશી-વિદેશી દારૂનો વેપલો કરતા બુટલેગરો પર તવાઈ બોલાવી રહ્યા છે માલપુર પોલીસની બુટલેગરો પર સતત થઇ રહેલી કામગીરીથી બુટલેગરોમાં ફફડાટ ફેલાયો છે માલપુર પોલીસે 24 કલાકમાં વણજારીયા, લાલપુર અને કાટકુવા ગામે દેશી-વિદેશી દારૂનો વેપલો કરનાર ત્રણ બુટલેગરોના ઘરે દરોડો કરી 15 હજાર રૂપિયાનો વિદેશી


દારૂ ઝડપી પડી દેશી દારૂની ભઠ્ઠીઓ તોડી પાડી હતી બુટલેગરો પોલીસ રેડ જોઈ ફરાર થઇ જતા પોલીસે દારૂનો જથ્થો જપ્ત કરી સંતોષ વ્યક્ત કરવો પડ્યો હતો બુટલેગરોને પકડવા કમરકસી હતી
માલપુર પીએસઆઈ સોલંકી અને તેમની ટીમ માલપુર નગર અને તાલુકામાં લોકડાઉનની અમલવારી માટે સતત પેટ્રોલિંગ કરવાની સાથે બુટલેગરો પર સકંજો કસી રહી છે વણજારીયા ગામના મોહન ઉર્ફે ભાવેશ શનાભાઈ પગી ઘરે રેડ કરી ઘરમાંથી દેશી મદિરા અને 75 વિદેશી દારૂ બિયર બોટલનો મુદ્દામાલ

જપ્ત કર્યો હતો તેમજ લાલપુર ગામે દેશી દારૂની ભઠ્ઠી ચલાવતા દલપત મોંઘાભાઇ મસાર ના ઘરે ત્રાટકી 30 લીટર દારૂનો જપ્ત કરી ભઠ્ઠીનો નાશ કર્યો હતો. માલપુર પોલીસે બાતમીના આધારે કાટકુવા ગામે વિદેશી દારૂનો વેપલો કરનાર પિન્ટુ ડાહ્યાભાઈ મકવાણા નામના બુટલેગરના ઘરે રેડ કરી દેશી મદિરાની બોટલ, 135 વિદેશી દારૂ અને બિયર ટીન નંગ જથ્થો ઝડપી પાડ્યો હતો માલપુર પોલીસે ત્રણે બુટલેગરો સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા