મોડાસાના મેઘરજ બાયપાસ રોડ પરથી ઝડપેલ દેશી દારૂ ભરેલી રિક્ષા હવામાં ઓગળી ગઈ.....?સ્થળ પર ફરજ બજાવતા આર્મી જવાને પકડી હતી
કેતન પ્રણામી અરવલ્લી
લૉકડાઉનના પગલે સમગ્ર રાજ્યમાં પોલીસ ખડેપગે છે. કોરોનાના સંક્રમણ સામે પણ પોલીસ પોતાના જીવની કે પોતાના પરિવારની ચિંતા કર્યા વગર સતત રાત-દિવસ કામગીરી કરી રહી છે. જેને પગલે સમગ્ર દેશમાં પોલીસની કામગીરીને બિરદાવવામાં આવી રહી છે.
પરંતુ કેટલીક જગ્યાએએ લૉકડાઉનનો લાભ ઉઠાવીને કેટલાક લોકો પોલીસ વિભાગને બદનામ કરવાનું કામ કરી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. મોડાસા મેઘરજ બાયપાસ રૉડ પરથી મોટી માત્રામાં ભરેલ દેશી દારૂની રિક્ષા ઝડપાયા પછી હવામાં ઓગળી જતા લોકોમાં વિવિધ ચર્ચાએ જોર પકડ્યું છે. આ અંગેની તપાસ જીલ્લા પોલીસવડા મયુર પાટીલ કરાવે તેવી લોકમાંગ પ્રબળ બની છે.પ્રાપ્ત માહિતી મુજબ, બુધવારે સવારે ૮ વાગ્યાના સુમાર મોડાસા શહેરના મેઘરજ બાયપાસ રોડ પર આવેલ ગેસ્ટ હાઉસ નજીકથી લોકડાઉનની અમલવારી માટે સેવા આપતાં આર્મી જવાને દેશી દારૂ ભરી ભરેલી રિક્ષા અને રિક્ષામાં બેઠેલી બે યુવતીઓને અટકાવતા યુવતીઓ રિક્ષા માંથી ઉતરી ફરાર થઇ ગઈ હતી. આર્મી જવાને દેશી દારૂ ભરેલી રીક્ષા ઝડપી પાડતાં લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે ઉમટ્યા હતા ત્યારે સ્વીફ્ટ ગાડીમાં પોલીસ જેવો દેખાતો શખ્શ ખાનગી કપડામાં પહોંચી ટોળાને હટાવી પોલીસ પોલીસનું કામ કરશે તેમ કહી ટોળાને વિખેરી નાખ્યું હતું ત્યાર બાદ થોડીક ક્ષણો પછી રિક્ષા સ્વીફ્ટ કાર પાછળ હવામાં ઓગળી ગઈ હતી. મેઘરજ બાયપાસ રોડ પરથી દેશી દારૂ ભરેલી રિક્ષા અંગે આ લખાઈ રહ્યું છે, ત્યાં સુધી પોલીસ ચોપડે કોઈ ગુનો ન નોંધાતા ભારે અચરજ ફેલાયું છે. સ્વીફ્ટ કારમાં આવેલ શખ્સ પોલીસકર્મી હતો કે પછી અન્ય કોઈ વહીવટદાર કે બુટલેગર તે અંગેની તપાસ જિલ્લા પોલીસવડા મયુર પાટીલ કરાવે તો સમગ્ર ઘટનાની સાચી હકીકત બહાર આવી શકે છે. તેવી લોક માંગ પ્રબળ બની છે અને દેશી દારૂ ભરેલ આખે આખી રિક્ષા ગાયબ કરી દેનાર જાદુગર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેની માંગ પ્રબળ બની છે. આર્મી જવાને દેશી દારૂ ભરેલ રીક્ષા ઝડપેલ દૃશ્ય નજરે જોનાર યુવકના જણાવ્યા અનુસાર ઘટનાસ્થળે હાજર એક જાગૃત યુવકના જણાવ્યા અનુસાર આર્મી જવાને ઝડપેલ દેશી દારૂની રિક્ષા એને સ્વીફ્ટ કારમાં આવેલ ખાનગી ડ્રેસમાં પોલીસ જેવો દેખાતો શખ્શ મેઘરજ બાયપાસ ચોકડી પર આવેલ હોટલ અને ગેસ્ટ હાઉસના સીસીટીવી કેમેરામાં કેદ થઇ હોઈ શકે છે તો જીલ્લા એસપી મયુર પાટીલ હોટલ અને ગેસ્ટ હાઉસના સીસીટીવી કેમેરાનું રેકોર્ડિંગ ચેક કરાવી યોગ્ય નિષ્પક્ષ પોલીસ અધિકારીને સમગ્ર ઘટના અંગે તપાસ સોંપે તો ખાખીને કલંકિત કરતી ઘટનાનું દૂધનું દૂધ અને પાણીનું પાણી થઇ શકે છે તેવું જણાવ્યું હતું.