અરવલ્લીમાં વધુ એક કોરોના પોઝિટીવ કેસ મળી આવતા કુલ આંક ૧૦૮ મોડાસાના ૫૮ વર્ષિય મહિલાનો કોરોના રીપોર્ટ પોઝિટવ
ધનસુરા અને મેઘરજમાં આરોગ્યની ૧૪ ટીમો દ્વારા ૭૦૪ ઘરોના ૪૦૪૯ લોકોને ડોર ટુ ડોર સર્વે આવરી લેવાયા અરવલ્લી જિલ્લાના મોડાસામાં ૫૮ વર્ષિય મહિલાનો કોરોના રીપોર્ટ પોઝિટવ આવતા જિલ્લામાં કોરોના પોઝિટીવથી સંક્રમિત દર્દીઓની સંખ્યા ૧૦૮ થઇ છે.
આ અંગે વિગત આપતા જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી આશિષ નાયકે જણાવ્યું હતું કે, જિલ્લામાં શનિવારના રોજ ધનસુરા તાલુકમાં ત્રણ તેમજ મેઘરજ તાલુકામાં એક કેસ મળી આવતા કોરોના વાયરસના સંક્રમણ અટકાવવા પૂરતી તકેદારીના ભાગરૂપે કોવિડ-૧૯ના નિયંત્રિત વિસ્તાર તરીકે જાહેર કરેલ હોય તેવા વિસ્તારમાં આરોગ્યની ૧૪ ટીમો દ્વારા ૭૦૪ ઘરોના ૪૦૪૯ લોકોને હાઉસ ટુ હાઉસ સર્વે આવરી લેવામાં આવ્યા છે. સર્વે દરમિયાન ૫૬ વ્યક્તિઓને કોરોનાના શંકાસ્પદ લક્ષણ જણાતા હોમ કોરેનન્ટાઇન કરવામાં આવ્યા છે. તો વળી રવિવારે મોડાસામાં ૫૮ વર્ષિય મહિલાનો કોરોના રીપોર્ટ પોઝિટવ આવતા જિલ્લામાં કોરોના પોઝિટીવનો દર્દીઓની સંખ્યા ૧૦૮ સુધી પંહોચી ગઇ છે.
જિલ્લામાં હાલની પરિસ્થતિએ ૨૪૮૬ લોકોને હાલમાં હોમ કોરેન્ટાઇન કરાયા છે. અત્યારે બાયડની વાત્રક કોવિડ હોસ્પિટલ ૧૫, તેમજ મોડાસા સાર્વજનિક કોવિડ હોસ્પિટલ ૧૨ મળી કુલ ૨૭ કોરોના પોઝિટીવ દર્દીઓ સારવાર હેઠળ છે. જયારે સાબરકાંઠા બે તેમજ અમદાવાદ જિલ્લાનો એક દર્દી મોડાસા સાર્વજનિક હોસ્પિટલ કોરોનાની સારવાર લઇ રહ્યા છે. તો જિલ્લામાં કુલ ૭૭ દર્દીઓ સ્વસ્થ્ય થતા ઘરે પરત મોકલાયા છે.
કેતન પ્રણામી અરવલ્લી