મેઘરજ : રામગઢીના પેટ્રોલપંપ નજીક બોરવેલના ટ્રકમાં આગ લાગતાં અફડાતફડી, લોકોમાં નાસભાગ
કેતન પ્રણામી અરવલ્લી
અરવલ્લી જીલ્લાના મેઘરજ તાલુકાના રામગઢી ગામ નજીક પેટ્રોલપંપ આગળ બોરવેલ કરવાની મશીનરી ભરેલ ટ્રકમાં ખામી સર્જાતા બંધ ટ્રકની રીપેરીંગની કામગીરી ચાલી રહી હતી
તે દરમિયાન અગમ્ય કારણોસર ટ્રકમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. આથી આસપાસના લોકોમાં નાસભાગ મચી ગઇ હતી. પેટ્રોલપંપ નજીક ટ્રકમાં આગ લાગતાં મોટી દુર્ઘટના
બનવાનો ભય પેદા થયો હતો લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે ઉમટ્યા હતા ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવી હતી પરંતુ ફાયરબ્રિગેડ ટિમ પહોંચે તે પહેલા આગમાં ખાખ થઇ હતી સદ્નસીબે જાનહાની ટળતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.