TOP NEWS

हर खबर आप तक, केवल आजतक 24 न्यूज पर, |    हर खबर आप तक, केवल आजतक 24 न्यूज पर,​ |    हर खबर आप तक, केवल आजतक 24 न्यूज पर, |   

અરવલ્લી જિલ્લા માં જળ સંચય ના કામોની અને અધિકારીઓ ની મિલીભગત ની ફરિયાદો મુખ્યમંત્રી ને થતા આખરે ગાંધીનગર ના અધિકારીઓ એ તપાસ શરુ કરી

કેતન પ્રણામી અરવલ્લી


અરવલ્લી જિલ્લા માં સૂઝલામ સુફલામ અને જળ સંચય ના કામો અંતર્ગત તાજેતર માં બનાવેલા ચેકડેમો ,તળાવો ઊંડા કરવા અને વાંગા સફાઈ ના કામોમાં ભ્રષ્ટાચાર થયા ની ફરિયાદો ઉઠવા પામી હતી જેના પગલે ગાંધીનગર ના ગુણવત્તા નિયમન વિભાગના (ક્વોલિટી કંટ્રોલ )ના કાર્યપાલક ઈજનેર એસ જી પંડ્યા અને નાયબ કાર્યપાલક ઈજનેર જે આઈ પ્રજાપતિ ની ટીમે તેમજ સ્થાનિક સિંચાઈ ના નોડલ અધિકારી કાર્યપાલક ઈજનેર કમલેશ પટેલિયા નાયબ કાર્યપાલક એમ એ ગાંધી પંચાયત સિંચાઈ તેમજ નાયબ કાર્યપાલક દિપક પંડ્યા તપાસ અધિકારીઓ ની ટીમે માલપુર તાલુકા ના હેલોદર ના બે તળાવો અને ચોરીવાડ ના બે તળાવ ,


મેવડા ચેકડેમો મેવડા તળાવ રામપુર તળાવ વેલણીયા તળાવ મસાદરા તળાવ નવા તળાવ અને મસાદરા ગોવિંદપુર ના તળાવો તેમજ વાંગા સફાઈ ની મુલાકાતો લીધી હતી તેમજ ટીસકી ગામ માં બે ચેકડેમો ની સમીક્ષા મુલાકાતો લીધી હતી તેમજ હાજર લોકો અને ગ્રામજનો ના નિવેદનો લીધા હતા આ અને તપાસ અધિકારી જે આઈ પ્રજાપતિ એ જણાવ્યું હતું કે આ અમારી પ્રાથમિક તપાસ છે જે ટેક્નિકલ મુદ્દાઓ ની તપાસ કરી હજુ ગણી તપાસો થયા પછી રાજ્ય સરકાર ને રિપોર્ટ કરવા માં આવશેઆ ટીમ માં ગાંધીનગર ખાતે થી એસ જી પંડ્યા અને જે આઈ પ્રજાપતિ તેમજ અરવલ્લી જિલ્લા નોડલ અધિકારી અને સ્ટેટ સિંચાઈ ના કાર્યપાલક ઈજનેર કમલેશભાઈ પટેલિયા ,અરવલ્લી જિલ્લા પંચાયત સિંચાઈ ના કાર્યપાલક ઈજનેર એમ એ ગાંધી અને નાયબ કાર્યપાલક ઈજનેર દીપકભાઈ પંડ્યા જોડાયા હતા આમ ભ્રષ્ટાચાર ની ફરિયાદો ઉઠતા ઉચ્ચસ્તરીય તપાસો નો ધમધમાટ શરૂ થયો હતો હજુ તપાસ ચાલુ રહેશે.