TOP NEWS

हर खबर आप तक, केवल आजतक 24 न्यूज पर, |    हर खबर आप तक, केवल आजतक 24 न्यूज पर,​ |    हर खबर आप तक, केवल आजतक 24 न्यूज पर, |   

મોડાસાઃ દાંમ્પત્ય જીવન ટકાવી રાખવા ૩૫ વર્ષ સુધી મહિલાએ વહેમીલા પતિનો માર સહન કર્યો, આખરે મહિલા પહોંચી પોલીસ ના શરણે

કેતન પ્રણામી અરવલ્લી 



શંકાશીલ સ્વભાવના પગલે અનેક સુખી પરિવારનો માળો વિખેરાઈ ગયો છે. આવી જ એક ઘટના મોડાસામાં બહાર આવતાં ભારે ચકચાર મચી છે. મોડાસાની સહારા સોસાયટીમાં રહેતા ૬૦ વર્ષના વૃદ્ધાએ વહેમીલા પતિનો સતત ૩૫ વર્ષ સુધી ત્રાસ સહન કર્યો હોવા છતાં પતિ સુધારવાનું નામ ન લેતા અને છેલ્લા કેટલાક સમયથી ઘરમાં પુરી રાખતાં આખરે વૃદ્ધાએ પતિની શાન ઠેકાણે લાવવા મોડાસા મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા મહિલા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.મોડાસા શહેરની સહારા સોસાયટીમા રહેતા વૃદ્ધ મહિલાના સામાજિક રીતરિવાજ મુજબ ૩૫ વર્ષ અગાઉ


ભીખુમીયાં શેખ સાથે થયા હતા. લગ્નના થોડાક જ દિવસો પછી મહિલાનો પતિ મહિલાને માનસિક ત્રાસ આપવાનું શરુ કર્યું હતું. મહિલાએ આજે નહીં તો પતિ કાલે સુધારી જશેની આશાએ તેમ કરતા કરતા ૪ બાળકોને જન્મ આપ્યા બાદ ચારે બાળકોના લગ્ન સુદ્ધાં થઇ ગયા પરંતુ મહિલાનો પતિ સુધારવાના બદલે વધુ વહેમીલો બન્યો હતો અને છેલ્લા કેટલાક સમયથી વૃદ્ધ મહિલાને ઘરમાં બારીઓને પડદા મારી પુરી દઈ મારઝૂડ કરવા સાથે મહિલાની દીકરીઓ-વહુઓ સાથે વાતચીત પણ કરવાનું બંધ કરાવી દીધું હતું. સામાન્ય બાબતોમાં પણ શારીરિક અને માનસિક ત્રાસ આપતાં અને શંકાશીલ પતિના માથે ઝનૂન સવાર થતા વૃદ્ધ મહિલાને ઢોર માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા વહેમીલા પતિ સુધારવાને બદલે દિવસેને દિવસે વધુ બગાડતો જતા વૃદ્ધ મહિલા છેવટે હારી થાકી શંકાશીલ પતિને સબક શીખવાડવા મોડાસા મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. મહિલા પોલીસે ભીખુમીયાં શેખ નામના વૃદ્ધ સામે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.૬૦ વર્ષીય વૃદ્ધ મહિલા પતિના ત્રાસના પગલે અને જાનથી મારી નાખવાની ધમકીના પગલે સનકી મગજના પતિથી ગભરાઈ હાલ તેમના ભાઈના ઘરે આશરો લેવા મજબુ બન્યા છે. લગ્ન જીવન ૩૫ વર્ષ પછી પણ પતિ ન સુધરતાં લોકોએ પણ શંકાશીલ વૃદ્ધ પતિ સામે ફિટકાર વરસાવી હતી.