TOP NEWS

हर खबर आप तक, केवल आजतक 24 न्यूज पर, |    हर खबर आप तक, केवल आजतक 24 न्यूज पर,​ |    हर खबर आप तक, केवल आजतक 24 न्यूज पर, |   

બાયડ શહેર માં દૂધની ડેરી ધરાવતા વેપારીને માસ્ક ન પહેરવાના દંડ પેટે સિક્કા આપતા પોલીસે વેપારીને ફટકાર્યો સમગ્ર ઘટના CCTV માં કેદ

કેતન પ્રણામી અરવલ્લી 


કોરોના સંક્રમણ અટકાવવા સરકારે જાહેર સ્થળો પર માસ્ક પહેરવાનું અને ધંધા-રોજગારના સ્થળે સોશ્યલ ડિસ્ટન્સ ફરજીયાત કર્યું છે માસ્ક ન પહેરતા લોકોને ૨૦૦ રૂપિયા દંડ ફટકારવામાં આવે છે. આ માટે પોલીસને પણ દંડ ફટકારવાની સત્તા આપવામાં આવતા અનેક જગ્યાએ પોલીસ અને લોકો વચ્ચે ઘર્ષણના બનાવો બની રહ્યા છે ત્યારે બાયડ શહેરમાં દૂધની ડેરી ધરાવતા વેપારીને પીસીઆર વાન લઈ પહોંચેલી પોલીસે માસ્ક ન પહેરવા અંગે ૨૦૦ રૂપિયાનો દંડ ફટકારતાં વેપારીએ દંડ પેટે રૂ.૧૦ અને ૫ ના સિક્કા આપતાં

પોલીસકર્મીઓનો ગુસ્સો સાતમા આસમાને પહોંચ્યો હતો અને સીક્કા લેવાનો ઇન્કાર કરી ખાખી વર્દી ગુંડાગર્દી પર ઉતરી આવી વેપારીને ભરબજારમાં ફટકારતા સનસનાટી મચી ગઈ હતી સમગ્ર ઘટના સીસીટીવી કેમેરા કેદ થઈ હતી વેપારીઓમાં પોલીસની દબંગઈ સામે ભારે આક્રોશ જોવા મળ્યો હતો ભોગ બનનાર વેપારીએ લુખ્ખાગીરી કરનાર પોલીસકર્મીઓ ને સસ્પેન્ડ કરવામાં નહીં આવેતો પોલીસ સ્ટેશનમમાં આત્મહત્યા કરવાની ચીમક ઉચ્ચારાતા પોલીસબેડામાં ખળભળાટ મચ્યો છે. બાયડમાં દૂધની ડેરી ધરાવતા અને પોલીસકર્મીઓની દબંગઈનો ભોગ બનેલા દશરથભાઈ પંડિતના જણાવ્યા અનુસાર  મારી દુકાન સામે પોલીસની ગાડી ઊભી રહી હતી. મને ત્યાં બોલાવીને માસ્ક ન પહેરવાનું કારણ પૂછ્યું હતું. મને કીડીઓ કરડી હોવાથી માસ્ક પહેર્યું ન હતું અને દંડ ભરવાની આનાકાની કર્યા બાદ મેં દંડ ભરવાની હા પાડી હતી. જે બાદમાં મેં દંડ તરીકે રૂ .૧૦ના સિક્કા આપતાં પીસીઆર વાનમાં રહેલા પોલીસકર્મીઓએ દંડની રકમ સ્વીકારવાના બદલે અચાનક મને માર માર્યો હતો. આ ઘટના મારી દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ છે.બાયડ પોલીસ સ્ટેશનની પીસીઆર વાન માસ્ક પહેરવાની અમલવારી અને દંડ ફટકારવાની કામગીરી હાથધરી હતી બાયડ શહેરમાં દૂધની ડેરી ધરાવતા દશરથ ભાઈ પંડિત તેમની ડેરી પર રાબેતા મુજબ કામકાજ કરી રહ્યા હતા ત્યારે પીસીઆર વાન તેમની ડેરી આગળ પહોંચતા દશરથ ભાઈએ માસ્ક પહેર્યું ન હોવાથી ૨૦૦ રૂપિયા દંડ ફટકારતા વેપારીએ કીડીઓ કરડી હોવાથી માસ્ક હાલ જ કાઢ્યું હોવાની દલીલ કરી હતી ત્યાર બાદ દંડની રકમ પેટે વેપારીએ રૂ.૫ અને ૧૦ ના સિક્કા આપતા પોલીસે પિત્તો ગુમાવ્યો હતો અને વેપારીને ફટકાર્યો હતો. હવે આ મામલે વેપારીએ પોતાની દુકાનના સીસીટીવી તપાસીને પોલીસ સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે.