TOP NEWS

हर खबर आप तक, केवल आजतक 24 न्यूज पर, |    हर खबर आप तक, केवल आजतक 24 न्यूज पर,​ |    हर खबर आप तक, केवल आजतक 24 न्यूज पर, |   

અરવલ્લીઃ DYSP ભરત બસિયાએ નામચીન બુટલેગર ચિરાગ પંચોલીને રાજસ્થાનમાં તેના ઘરેથી દબોચી લીધો

કેતન પ્રણામી અરવલ્લી


        અરવલ્લીની રાજસ્થાનને અડીને આવેલી શામળાજી રતનપુર ચેકપોસ્ટ પરથી ગાંધીનગર સુધી ઉંચી પહોંચ ધરાવતા બુટલેગરો હપ્તારાજની લાલ જાજમ પાથરી કરોડો રૂપિયાનો વિદેશી દારૂ રાજ્યમાં ઠાલવી રહ્યા હોવાની વ્યાપક ચર્ચાઓ ઉઠી છે. પરપ્રાંતીય બુટલેગર્સની ગાંધીનગરથી લઈ અરવલ્લી, સાબરકાંઠાના કેટલાક રાજકીય આકાઓ તથા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ સાથેની ભાઈબંધી પણ અનેકવાર ચર્ચાના કેન્દ્રમાં રહી હતી.

ત્રણે જીલ્લામાં વહીવટદારોની બોલબાલા પણ અધિકારીઓથી ઓછી નથી બુટલેગર્સના વહીવટદારો પ્રામાણિક અધિકારીઓને પણ વિવિધ પ્રલોભન આપી લલચાવવાનો પ્રયત્ન કરતા હોય છે. કેટલાક પોલીસતંત્રના અધિકારીઓ અને કર્મચારીઓની છત્રછાયા નીચે બુટલેગર્સ ફાટીને ધુમાડે જતા પોલીસકર્મી પર હુમલો કરતા પણ ખચકાતા નથી. થોડા વર્ષો અગાઉ શામળાજી પીએસઆઇ વાળા પર બુટલેગરે કાર ચઢાવી દેતા મોત નીપજ્યું હતું, ત્યારે ગુજરાતમાં વિદેશી દારૂની વિવિધ વાહનો મારફતે લાઈન ચાલવી વર્ષ દહાડે લાખ્ખો કરોડ઼ોં રૂપિયાનો દારૂ ઠાલવનાર અનેક ગુનામાં  મોસ્ટ વોન્ટેડ કુખ્યાત બુટલેગર ચિરાગ પંચોલીને અરવલ્લી જીલ્લામાં નવનિયુક ડીવાયએસપી ભરત બસિયા અને તેમની ટીમે ખેરવાડા તેના ઘર નજીકથી ફિલ્મી ઢબે દબોચી લેતા બુટલેગર ચિરાગ પંચોલીના મોતીયા મરી ગયા હતા. રાજસ્થાનથી ભિલોડા પોલીસ સ્ટેશનમાં જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો. અરવલ્લી, સાબરકાંઠા અને ગાંધીનગર પોલીસતંત્રના કેટલાક ભ્રષ્ટ અધિકારીઓ અને કર્મચારીઓ સાથે ઘરાબો ધરાવતા રાજસ્થાન ખેરવાડાના બુટલેગર ચિરાગ પંચોલીને નવનિયુક્ત ડીવાયએસપી ભરત બસીયાએ તેના વિસ્તારમાંથી દબોચી લેતા અનેક ભ્રષ્ટ અધિકારીઓ અને કર્મચારીઓ માં ચિરાગ પંચોલી પોલીસ તપાસમાં તેમના નામના વટાણા વેરી નાખે તો પગ તળે રેલો ન આવે તે માટે હવાતિયા મારી રહ્યા હોવાની ચર્ચા પોલીસબેડામાં ચાલી રહી છે. જીલ્લા પોલીસવડા મયુર પાટીલે ડીવાયએસપી ભરત બસીયાએ જીવના જોખમે ઝડપી લેતા અભિનંદન પાઠવ્યા હતા.ડીવાયએસપી ભરત બસિયા અને જીલ્લા પોલીસતંત્રએ થોડા દિવસ અગાઉ ભિલોડાના ડોડીસરા ગામના માથાભારે પોલીસકર્મીઓ પર હુમલા કરવા ટેવાયેલા બુટલેગર સુકા ડુંડના ઘરે રેડ કરી મોટીમાત્રામાં વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો જેમાં ખેરવાડાના ચિરાગ પંચોલીનું નામ ખુલતાં ડીવાયએસપી ભરત બાસિયાએ મોસ્ટ વોન્ટેડ બુટલેગર ચિરાગ પંચોલીની કરમ કુંડળી મેળવી તેને ઝડપી પાડવા છેલ્લા કેટલાક દિવસોથી ગુપ્ત રાહે વોચ ગોઠવી હતી અને બાતમીદારોને સક્રિય કર્યા હતા. હાલ બુટલેગર ચિરાગ પંચોલી ઘરે હોવાની માહિતી પ્રાપ્ત થતા જ બુધવારે વહેલી સવારથી જ ડીવાયએસપી ભરત બસિયા જીલ્લાના ત્રણ પોલીસ અધિકારીઓ ભિલોડા પીએસઆઈ કે.કે .રાજપૂત અને શામળાજી પીએસઆઈ કે.એસ.સીસોદીયા અને કર્મચારીઓ સાથે ખેરવાડામાં ખાનગી વાહનોમાં પડાવ નાખ્યો હતો. બુટલેગર ચિરાગ પંચોલી ઘરની બહાર નીકળતા ની સાથે ખાનગી કાર જોઈ જતા પોલીસરેડ ની ભનક આવી જતા ઘર તરફ દોટ લગાવતાં ડીવાયએસપી ભરત બસીયાએ કારમાંથી ઉતરી ચિરાગ પંચોલી પાછળ ફિલ્મી ઢબે પીછો કરી ઘરમાં ઘરી જાય તે પહેલા દબોચી લઈ બુટલેગરના પરિવારજનો કે આજુબાજુના રહીશો બુટલેગરને બચાવવા હુમલો કરે તે પહેલા વીજળીવેગે ચિરાગ પંચોલીને ખાનગી વાહનમાં નાખી સીધો ખેરવાડા પોલીસસ્ટેશન ભેગો કરી ત્યાંથી તાબડતોડ  ભિલોડા પોલીસ સ્ટેશન જેલના સળિયા પાછળ ધકેલી દઈ વધુ પૂછપરછ હાથધરી હતી.