TOP NEWS

हर खबर आप तक, केवल आजतक 24 न्यूज पर, |    हर खबर आप तक, केवल आजतक 24 न्यूज पर,​ |    हर खबर आप तक, केवल आजतक 24 न्यूज पर, |   

અરવલ્લી ના માલપુર હેલોદરમાં ડબલ મર્ડર કેસનો ભેદ ઉકેલાયો : ગણતરીના કલાકોમાં અરવલ્લી પોલીસે હત્યારાઓને ઝડપી પાડયા

કેતન પ્રણામી અરવલ્લી


              અરવલ્લી જીલ્લાના માલપુર તાલુકાના હેલોદર (ભોલા ભાઠોડા) ગામના ઠાકોર સેના ગ્રામ સમિતિના પ્રમુખ વિક્રમભાઈ તથા ઉપપ્રમુખ મનુભાઈ નામના યુવાન પિતરાઈ ભાઈઓ સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ રાત્રીએ ઘરે કોઈ કામકાજ અર્થે સાથે નીકળ્યા હતા બાદ બીજા દિવસ સવારે બંને યુવકોના તીક્ષ્‍ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરાયેલ હાલતમાં બંનેના મૃતદેહ ગામની સીમમાંથી મળી આવતા ભારે ચકચાર મચી ઘટનાની ગંભીરતાના પગલે જીલ્લા પોલીસવડા સંજય ખરાત, ડીવાયએસપી ભરત બસિયા અને પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતા માલપુર પોલીસે બંને યુવાનોની લાશને પીએમ માટે ખસેડી દીધી હતી હત્યાનો ભેદ ઉકેલવા સ્થાનિક પોલિસી અને વિવિધ એજન્સીઓ તપાસમાં જોતરાઈ હતી

ડીવાયએસપી ભરત બસિયાના માર્ગદર્શન હેઠળ પોલીસે બંને યુવકોની હત્યાનો ભેદ ગણતરીના કલાકમાં ઉકેલી નાખી ગામના જ બે સગ્ગા ભાઈ અને અન્ય બે હત્યારાઓની ધરપકડ કરી હતી હત્યામાં સામેલ દેવદાંતીના શખ્શને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા હતા માલપુર તાલુકાના હેલોદર (ભોલા ભાઠોડા) ગામે આડા સંબંધનો કરુણ અંજામ આવ્યો હતો જેમાં ગામની મહિલા સાથે આડા સબંધ રાખનાર વિક્રમભાઈ ઉજમા ભાઈ પગી સાથે ગયેલા તેના પિતરાઈ ભાઈ મનુભાઈ લેંબાભાઈ પગીને ગામના જ બાબુભાઇ રામાભાઈ પગી તેના ભાઈ અને અન્ય ત્રણ શખ્શોએ ભેગા મળી ગામની સીમમાં ઢીમ ઢાળી દીધું હતું પિતરાઈ ભાઈ સાથે જનાર યુવકનો પણ આડા સંબંધમાં ભોગ લેવાતા પરિવારજનો પર આભ તૂટી પડ્યું હતું હેલોદર ગામના વિક્રમ પગીને ગામના જ બાબુભાઇ રામાભાઇ પગીની પત્ની સાથે આડા સબંધ હોવાની જાણ બાબુભાઇ પગી અને તેનો ભાઈ સમસમી ઉઠ્યા હતા બંને ભાઈઓએ અન્ય ત્રણ શખ્શો સાથે મળી વિક્રમ પગીની હત્યાનું કાવતરું રચ્યું હતું જેમાં શુક્રવારે રાત્રે બાબુ પગીએ ફોન કરી વિક્રમને ગામની સીમમાં આવેલા મહાદેવના મંદિરે કામ હોવાનું જણાવી મળવા બોલવતા તેની સાથે મનુભાઈ પગી પણ પહોંચ્યો હતો બંને યુવકો પહોચતાની સાથે બાબુ પગી,સોમા પગી,રમણ પગી,કાળું પગી અને ભૂરો ખાંટ નામના શખ્શો ચપ્પા અને તલવારના ઘા ઝીંકતા બંને યુવકો ઢળી પડ્યા હતા હત્યાં છુપાવવા બંને યુવકોની લાશને હત્યારાઓ ગામની સીમમાં આવેલ તળાવના બેટ પર નાખી દીધી હોવાનો પર્દાફાશ થયો હતો પોલીસે હત્યામાં સામેલ ૧)બાબુ રામાભાઇ પગી,૨) સોમા રામાભાઇ પગી ,૩)રમણ પુનાભાઈ પગી,૪) કાળું રમણભાઈ પગી ને ગણતરીના કલાકમાં દબોચી લઈ જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા બંને યુવકોની હત્યામાં સામેલ દેવદાંતીના ભુરા ઉદાભાઈ ખાંટને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા હતા અરવલ્લી જીલ્લા એલસીબી પીઆઇ આર.કે.પરમાર તેમની ટીમ, જીલ્લા એસ.ઓ.જી પીઆઈ જે.પી.ભરવાડ તેમની ટીમ,સર્કલ પીઆઇ એમ.જી.વસાવા અને માલપુર પીએસઆઈ એન.એમ.સોલંકી ની ટીમે ગણતરીના કલાકોમાં સમગ્ર જીલ્લામાં ચકચાર મચાવતા ડબલ મિસ્ટ્રી મર્ડરના ગુન્હાનો ભેદ ઉકેલી નાખતા પોલીસતંત્રની કામગીરીની સરાહના કરી હતી