TOP NEWS

हर खबर आप तक, केवल आजतक 24 न्यूज पर, |    हर खबर आप तक, केवल आजतक 24 न्यूज पर,​ |    हर खबर आप तक, केवल आजतक 24 न्यूज पर, |   

૧૩ વર્ષમાં અપહરણ થયેલ ૩૭ બાળકોમાંથી ૧૮ બાળકોને શોધી કાઢતી અરવલ્લી જિલ્લા પોલીસ

કેતન પ્રણામી અરવલ્લી 

સમગ્ર દેશમાં દર વર્ષે ૪૫ હજારથી વધુ બાળકો ગુમ,અપહરણ થવાની ઘટનાઓ બહાર આવે છે. દેશમાં દર આઠ મિનિટ એક બાળક ગુમ થઇ રહ્યું છે. ૪૫ હજારથી બાળકો ગુમ થવાની ઘટનામાંથી ૧૧ હજાર જેટલા બાળકો તો ક્યારેય ઘરે પહોંચી શકતા નથી. બાળકોનું ગુમ થવું અને બાળતસ્કરી એ ભારત જેવા વિશાળ આબાદીવાળા વિકાસશીલ દેશ માટે પડકાર બની ઊભરી રહી છે.ત્યારે અરવલ્લી જીલ્લામાં છેલ્લા તેર વર્ષમાં ૩૭ જેટલા બાળકોનું અપહરણ અને ગુમ થયાની ઘટનાઓ પોલીસ ચોપડે નોંધાઈ હતી. જેમાંથી ૧૮ જેટલા બાળકોને અરવલ્લી જીલ્લા પોલીસ શોધી કાઢવામાં સફળ રહી છે.

જયારે ૧૯ બાળકોની શોધખોળ હાથધરી છે જીલ્લા પોલીસવડા સંજય ખેરાતે જીલ્લામાંથી રહસ્યમય રીતે ગુમ થયેલ બાળકોની શોધખોળ પર ધ્યાન કેન્દ્રીત કર્યું છે. પોતાના ગુમ થયેલા બાળકની શોધમાં સેકડો પરિવારો આમ તેમ ભટકી રહ્યાં છે. ગુમ થયેલામાંથી કેટલાક બાળકો ખુશનસીબ હોય છે, જે પોતાના ઘરે પાછા પહોંચી શકે છે. પણ જે નથી પહોંચતા તે તસ્કરી અને શોષણના નર્કમાં ખોવાઈ જાય છે.અરવલ્લી જીલ્લામાં વર્ષ-૨૦૦૭ થી ૨૨ જુલાઈ ૨૦૨૦ સુધીમાં ૩૭ બાળકો અપહરણ થયેલ બાળકો શોધવાના બાકી હોવાથી જીલ્લા એલસીબી,પેરોલ ફર્લો સ્કોડ અને જીલ્લા પોલીસતંત્રે ૧૮ અપહરણ થયેલ બાળકોને શોધી કાઢવામાં સફળતા મળી છે તથા હજુ પણ અપહરણ થયેલ ૧૯ બાળકોની કોઈ સગડ નહિ મળતા જીલ્લા પોલીસતંત્રએ અપહરણ થયેલા બાળકોને શોધી કાઢવા સઘન પ્રયાસો આદરી દીધા છે જીલ્લા પોલીસ ૧૮ અપહરણ બાળકોને શોધી કાઢી તેમના વાલી વારસોને સોંપતા પરિવારજનોમાં આનંદ છવાયો હતો અને જીલ્લા પોલીસતંત્રની કામગીરીની સરાહના કરી હતી.