TOP NEWS

हर खबर आप तक, केवल आजतक 24 न्यूज पर, |    हर खबर आप तक, केवल आजतक 24 न्यूज पर,​ |    हर खबर आप तक, केवल आजतक 24 न्यूज पर, |   

અરવલ્લી જિલ્લાના ગણેશ ભક્તો પર્યાવરણને બચાવવાં અને પ્રદુષણ ને રોકવા ઇકો ફ્રેન્ડલી ગણેશદાદા મૂર્તિ ની કરશે સ્થાપના

કેતન પ્રણામી અરવલ્લી 

       ગણપતિ બાપાને વધાવવા માટે તમામ ભકતો તૈયાર છે ત્યારે આ વર્ષે કોરોના લઈ પીઓપી  મૂર્તિઓ પ્રત્યે જાગૃતિ આવી છે અને  ભકતો ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓ નું સ્થાપન કરતા થયા છે ત્યારે અરવલ્લીના મોડાસા માં પણ માટીના  અલગ અલગ પ્રકારના સુંદર ગણપતિ બાપા મહેશભાઈ પ્રજાપતિ બનાવી રહ્યા છે.ગણેશોત્સવને લઈને  લોકોમાં ઉત્સાહ તો જોવા મળી રહ્યો હતો પણ આ વર્ષે  કોરોના ને લઈને  ભકતો બાપાને ઘરે લાવીને  તેમની આગતા સ્વાગતા કરી સ્થાપના કરીને ભક્તિમાં લીન થઈ જશે.

 પીઓપી  તેમજ બીજી કોઈ વસ્તુમાંથી બનાવેલી મૂર્તિઓથી  વધતું પ્રદૂષણ  ભક્તિમાં વિધ્ન બનતું હતું.જે હવે ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓથી શુધ્ધ થઈ રહ્યું છે આ વર્ષે મોડાસા ખાતે  માટીની શુધ્ધ  નાની મોટી ઇકો ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિઓ  દેખાવે તો આકર્ષક તો છે જ પણ પર્યાવરણ જાળવણીમાં  તેમજ પાણીના પ્રદુષણ સામે મદદરૂપ થઈ રહેશે .મોડાસા ખાતે રહેતા મહેશભાઈ પ્રજાપતિ છેલ્લા  6 વર્ષ થી માટી માંથી અલગ અલગ 10 પ્રકારના  ગણપતિ બાપા ની મૂર્તિઓ ની કામગીરીથી આસપાસ ના તાલુકા તેમજ જિલ્લાના લોકો વખાણી રહ્યા છે. મહેશભાઈ પ્રજાપતિ ના કહેવા મુજબ તેમના ત્યાંથી મોડાસા સિવાય બીજા જિલ્લા માથી ભકતો 150 થી વધુ ગણેશજીની મૂર્તિઓ ભકતો લઈ જઈ ભક્તિભાવથી સ્થાપના કરે છે.અને આ માટીમાં બનેલ મૂર્તિઓ ઓછા સમય માં જ પાણીમાં ઓગળી જાય છે તેથી  પર્યાવરણને કે પાણી માં કોઈ પ્રદુષણ થતું નથી.ત્યારે મોડાસા ના મહેશભાઈ  પ્રજાપતિ તથા તેમના પરિવાર સાચા અર્થમાં પર્યાવરણને બચાવવા નો પ્રયાસ કરી રહ્યા છે.
મોડાસામાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓ ખરીદનાર ભકતો નું કહેવું હતું કે ધર્મ અને શાસ્ત્રો અનુસાર સ્થાપન માં કે વિસર્જનમાં POP કે કોઈ અન્ય વસ્તુની મૂર્તિઓનો ઉપયોગ કોઈ શાસ્ત્રમાં ઉલ્લેખ કરેલ નથી ત્યારે ભક્તિ નહિ પણ જીવહિંસા તેમજ પર્યાવરણને  પ્રદૂષિત કરી  રહયા છીએ ત્યારે માટીના જ ગણેશ ની મૂર્તિ નું સ્થાપન કરી પૂજા અર્ચના કરવી જોઈએ. ગણેશ વિસર્જન સમયે નદી,તળાવો માં પ્રદુષણ વધતા સૃષ્ટિ તેમજ પર્યાવરણને નુકશાન થઇ રહ્યુ છે પીઓપી ની મૂર્તિઓનો વપરાશ અટકાવી માટીની ઇકો ફ્રેન્ડલી મૂર્તિ વાપરવાથી ન માત્ર પર્યાવરણને ફાયદો થાય છે પરંતુ અનેક લોકો ને  આનાથી રોજી રોટી મળી રહે છે તેથી આવો આપને સૌ આ વર્ષે  કોરોના ની મહામારી માં ઇકો ફ્રેન્ડલી ગણેશ ની મૂર્તિઓનું સ્થાપન કરવાનો આગ્રહ રાખીએ અને   હાલ કોરોના ની મહામારીમાં ગણેશ સ્થાપના ની જગ્યાએ ભીડ કરવી નહિ,માસ્ક,તેમજ સોશ્યલ ડિસ્ટન્સ  નું  તેમજ સરકાર ની ગાઇડલાઈન મુજબ સ્થાપન  પૂજા અર્ચના અને વિસર્જન નું ખાસ ધ્યાન રાખવું.