TOP NEWS

हर खबर आप तक, केवल आजतक 24 न्यूज पर, |    हर खबर आप तक, केवल आजतक 24 न्यूज पर,​ |    हर खबर आप तक, केवल आजतक 24 न्यूज पर, |   

ભિલોડા પોલીસે ઇકો ગાડીમાં ગુપ્ત ખાનું બનાવી દારૂની ઘૂસણખોરી કરતા બે આરોપી સાથે 36,400 નો દારૂ ઝડપી પાડયો

કેતન પ્રણામી અરવલ્લી



 ગાંધીના ગુજરાતમા દારૂબંધી ખાલી નામની જોવા મળી રહી છે. બુટલેગરો પોતાના અવનવા  નુસખા બનાવી ને દારૂ ગુજરાત રાજ્યમા ઘૂસાડતા હોય છે
             ત્યારે અરવલ્લી જિલ્લા ની ભિલોડા પોલીસે ગાડી માં બનાવેલ ગુપ્ત ખાના માં થી દારૂ શોધી કાઢ્યો હતો. હેડ કોન્સ્ટેબલ કિશનકુમાર સાથે અન્ય પોલીસ સ્ટાફ ભિલોડા પોલીસ સ્ટેશન હદ વિસ્તાર માં પેટ્રોલિંગ કરી ટોરડા ગામ તરફથી આવતા વાહનો નું ચેકીંગ કરી રહ્યા હતા. તે દરમિયાન ટાકાટુકા ગામે ઇકો ગાડી નંબર GJ-18-BJ-2430 ને ઉભી રાખી  ચાલક તેમજ  સાથે બેઠેલા ઈસમ  પુછપરછ કરતા.(1) જીતેન્દ્ર ધનરાજભાઈ ડામોર રહે ભોમટાવાડા. તા, ખેરવાડા જી, ઉદેપુર રાજસ્થાન (2) જીતેન્દ્ર સોહનલાલ ખરાડી રહે.



નીલા પાની પાદેડી તા, બિછિવાડા જી, ડુંગરપુર રાજસ્થાન ની ઇકો ગાડીની પાછળના ભાગે તપાસ કરતા. ઇકો ગાડીમા બનાવેલ ગુપ્ત ખાનામા કાગળમા  વીંટાળેલ ભારતીય બનાવટ નો વિદેશી દારૂ ની બોટલો બહાર કાઢી ને જોતા ઓફિસિયલ ચોઇસ ની સીલ બંધ બોટલ નંગ - 80જેની કુલ કિંમત રૂ  36, 400, સાથે એક સિલવર કલર ની ઇકો ગાડી જેની કુલ કિંમત  રૂ 1,00,000. મળી કુલ મુદામાલ કિંમત રૂ 1,36,400 કબજે લઇ કાયદેસરનો ગુન્હો નોંધી આગળ ની તપાસ હાથ ધરવામાં આવી હતી.