એન્ટી હ્યુમન ટ્રાફીકીંગ ટીમે 3 વર્ષ અગાઉ માલપુર તાલુકાના જીતપુર ગામેથી સગીરાના અપહરણમાં સંડોવાયેલ શખ્શને દબોચ્યો
કેતન પ્રણામી અરવલ્લી
પ્રાપ્ત માહિતી મુજબ ત્રણ વર્ષ પહેલાં માલપુર તાલુકામાં આવેલા જીતપુર ગામેથી સગીર વયની બાળાનું અપહરણ કરી ભગાડી જનાર ચાર આરોપીઓ વિરુદ્ધ માલપુર પોલીસ દ્વારા ઇ. પીકો કલમ ૩૬૩,૩૬૬,૩૭૬,૧૧૪ તેમજ પોકસો એક્ટ હેઠળ ગુન્હો નોંધી ત્રણ આરોપીઓ ને ઝડપી પાડી કોર્ટમાં રજુ કર્યા હતા, જ્યારે એક આરોપી શ્રવણ શાંતિલાલ લબાના, રહે. બાંદેલા, તા. સિમલવાડા, જિ.
ડુંગરપુર (રાજસ્થાન) ત્રણ વર્ષથી નાસતો ફરતો હતો. જે આરોપી પોતાના વતન બાંદેલા થી મોડાસા મેઘરજ ચોકડી તરફ આવી રહ્યો છે તેવી બાતમી એન્ટી હ્યુમન ટ્રાફિકીંગ યુનિટ ના સ્ટાફને મળતાં અરવલ્લી જિલ્લા એન્ટી હ્યુમન ટ્રાફિકીંગ યુનિટ ટીમના માણસોએ આરોપીને ઝડપી લીધો હતો, આરોપીની કોવિડ-૧૯ ને લગતી જરૂરી મેડિકલ તપાસ કરાવી, આગળની કાર્યવાહી હાથધરી છે..