TOP NEWS

हर खबर आप तक, केवल आजतक 24 न्यूज पर, |    हर खबर आप तक, केवल आजतक 24 न्यूज पर,​ |    हर खबर आप तक, केवल आजतक 24 न्यूज पर, |   

અંતોલી ગામે 4 વર્ષના પુત્રને ગળે ટૂંપો આપી હત્યા કરનાર પિતાને અરવલ્લી L.C.B એ ગોંડલથી દબોચ્યો

કેતન પ્રણામી અરવલ્લી



અરવલ્લી જીલ્લાના મેઘરજ તાલુકાના અંતોલી ગામના અને અમદાવાદમાં મજૂરી કરતા નૈનેશ નરસિહ નિનામા નામના શખ્શે ત્રણ ત્રણ લગ્ન કર્યા બાદ પણ સુખી સંસાર ભોગવી નહિ શકનાર યુવકે તેના જ ૪ વર્ષીય માસુમ પુત્રને કાળા દોરાથી ગળે ટૂંપો આપી ગળું દબાવી દઈ પુત્રનુ મોત નીપજ્યુ હોવાનું માની કુવા નજીક તેના ખેતરમાં નાખી દઈ રફુચક્કર થઇ જતા ભારે


ચકચાર મચી હતી હતી હત્યારા પિતાને શોધી કાઢવા એસપી સંજય ખરાતે એલસીબી પોલીસને તપાસ સોંપતા એલસીબી પોલીસે ગણતરીના દિવસોમાં હત્યારા પિતા નૈનેશ નિનામાને દબોચી લઈ જેલના સળિયા પાછળ ધકેલવા તજવીજ હાથધરી હતી અંતોલી ગામે રહેતો નૈનેશ નિનામાએ ૪ વર્ષીય પુત્રને મોતને ઘાટ ઉતારી રફુચક્કર થઈ જતા ડીવાયએસપી ભરત બસીયા ના માર્ગદર્શન હેઠળ જીલ્લા એલસીબી પીઆઈ આર.કે.પરમારે હત્યાની ઘટનાને અંજામ આપી પોલીસ પકડથી બચવા ગોંડલ નાસી છૂટેલ હત્યારા નૈનેશ નિનામાને ગણતરીના કલાકોમાં દબોચી લીધો હતા અને નૈનેશ નિનામાએ બીજી પત્નીથી થયેલ ૪ વર્ષીય ધ્રુવ તેનું સંતાન ન હોવાના વ્હેમમાં હત્યા કરી હોવાનું કબુલી લીધું હતું