રમોસ ગામે તબેલામાંથી વિદેશી દારૂ શોધી કાઢતી ધનસુરા પોલીસ
કેતન પ્રણામી અરવલ્લી
અરવલ્લી જીલ્લામાં વિદેશી દારૂના દુષણે ગ્રામ્ય વિસ્તારોમાં પણ પગપેસારો કર્યો છે. વિદેશી દારૂના ધંધામાં ઓછી મહેનતે વધુ નફો હોવાથી રોજ નિતનવા બુટલેગરો આ વેપલામાં જોડાઈ રહ્યા છે. ત્યારે અરવલ્લી પોલીસ તંત્રએ પણ પ્રોહી ગુનાખોરી સામે કમર કસી છે. ગઈ કાલે ધનસુરા પોલીસ સબ ઇન્સ્પેકટર પી. ડી રાઠોડ ના માર્ગદર્શન હેઠળ સ્ટાફે ધનસુરા
તાલુકાના રમોસ ગામના બુટલેગર હરેશભાઈ રજુભાઈ મકવાણાના તબેલામાં દરોડો પાડી ઘાસની નીચે પ્લાસ્ટિકના થેલામાં છુપાવેલો ભારતીય બનાવટનો વિદેશી દારૂની બોટલો નંગ. ૯. અને રાજસ્થાન બનાવટનાં બિયરનાં ટીન નંગ. ૧૫. કુલ કિંમત રૂપિયા ૬,૦૦૦/- નો મુદ્દામાલ ઝડપી લઈ આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.