TOP NEWS

हर खबर आप तक, केवल आजतक 24 न्यूज पर, |    हर खबर आप तक, केवल आजतक 24 न्यूज पर,​ |    हर खबर आप तक, केवल आजतक 24 न्यूज पर, |   

બાયડ ધારાસભ્ય જશુ પટેલનો અનોખો વિરોધ :ઓફિસ આગળ શર્ટ કાઢી રામધૂન બોલાવી

કેતન પ્રણામી અરવલ્લી 


અરવલ્લી જીલ્લાના બાયડ-માલપુરના ધારાસભ્ય જશુ પટેલે તેમના મત વિસ્તારમાં વિકાસના કામો થતા ન હોવાની સાથે તંત્ર દ્વારા વિકાસના કામોમાં રોડા નાખવામાં આવી રહ્યા હોવાનું અને તંત્ર રાજકીય ઈશારે કામ કરતુ હોવાનું અને પ્રભારીમંત્રી વિકાસના કામો બદલી નાખતા હોવાના આક્ષેપ સાથે જીલ્લા કલેકટર અમૃતેશ ઔરંગાબાદકરને રજુઆત કરવા પહોંચ્યા હતા અને કલેકટર કચેરીમાં જ નીચે બેસી જઈ વિરોધ નોંધાવ્યા પછી કલેકટરની અન્યાય કારક નીતિ અને વિકાસની ગ્રાન્ટમાં ભ્રષ્ટાચાર થતો હોવાનું જણાવી કલેકટર ઓફિસ પરિસરમાં શર્ટ કાઢી નાખી રામધૂન બોલાવી વિરોધ કરતા કોંગ્રેસ સમિતિના અગ્રણીઓ પણ રામધૂનમાં જોડાતા જીલ્લા સેવાસદનમાં ભારે દોડધામ મચી હતી.

ધારાસભ્ય જશું પટેલે ન્યાયની માંગ સાથે આંદોલન શરુ કરતા પોલીસ દોડી આવી હતી અને ધારાસભ્ય જશું પટેલ અને કોંગ્રેસના અગ્રણીઓની અટકાયત કરતા જીલ્લા સેવાસદનમાં મચેલ હંગામો શાંત પડ્યો હતો. બાયડ-માલપુરના કોંગ્રેસના ધારાસભ્ય જશું ભાઈ પટેલે તેમના મત વિસ્તારમાં તેમને ચૂંટાયાના એકવર્ષ જેટલો સમય થયો હોવા છતાં રાજકીય દ્રેષ ભાવ રાખી વિકાસના કામો અટકાવવામાં આવતા હોવાનું અને વિકાસના કામોમાં ભારે ભ્રષ્ટાચાર થતો હોવાના આક્ષેપ સાથે આ મુદ્દે જીલ્લા કલેક્ટરને રજુઆત કરી વિરોધ નોંધાવવા જમીન પર બેસી ગયા હતા. ત્યાર બાદ જીલ્લા સેવાસદન પરિસરમાં શર્ટ કાઢી અન્યાય સામે રામધૂન બોલાવી હતી જેમાં જીલ્લા કોંગ્રેસના જયદત્તસિંહ પુવાર અને કોંગ્રેસી અગ્રણીઓ જોડાતા જીલ્લા કલેકટર પરિસરમાં હંગામો મચી જતા પોલીસ તાબડતોડ દોડી આવી ધારાસભ્ય જશું પટેલ સહીત કોંગ્રેસી અગ્રણીઓની ટીંગાટોળી કરી અટકાયત કરી હતી. બાયડના ધારાસભ્ય જશું પટેલના જણાવ્યા અનુસાર એક વર્ષ જેટલો સમય ધારાસભ્ય તરીકે ચૂંટાયાને થયો છે. તેમના વિસ્તારના પ્રશ્નો, નાના-મોટા કામો, આયોજનના કામો,એટિવિટીના કામો,નાણાપંચના કામો ,અંગે અન્યાય થઇ રહ્યો છે નક્કી કરાયેલ કામો બદલી નાખવામાં આવે છે. જીલ્લાના પ્રભારી મંત્રી તેમની ઈચ્છા પ્રમાણે કામ બદલી રહ્યા છે તેમાં તંત્રના અધિકારીઓનો ઉપયોગ કરી રહ્યા છે મારી મંજૂરી વગર વિકાસના કામ પૈસા લઈને બદલી નાખવામાં આવે છે.