TOP NEWS

हर खबर आप तक, केवल आजतक 24 न्यूज पर, |    हर खबर आप तक, केवल आजतक 24 न्यूज पर,​ |    हर खबर आप तक, केवल आजतक 24 न्यूज पर, |   

બાયડ તાલુકાના ગાબટ ગામના માનવસેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ગાબટ ખાતે ટ્રસ્ટ ના કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવ્યું

 કેતન પ્રણામી 




અરવલ્લીના બાયડ તાલુકાના ગાબટ ગામે માનવસેવા  ચેરીટેબલ ટ્રસ્ટ ના કાર્યાલયનું શુભારંભ જય અંબે ટ્રસ્ટ, મંદબુદ્ધિ આશ્રમ  બાયડ ના આશ્રિત બહેનોના વરદ હસ્તે રીબીન કાપીને તેમજ મંદબુદ્ધિના આશ્રમ ના પ્રમુખ અશોકભાઈ જૈન,ગાબટ ગામ ના સરપંચ કૃષ્ણસિંહ ઝાલા તેમજ ટ્રસ્ટના  સભ્યો,વેપારીઓની હાજરીમાં નાના મોટા સેવાકીય કાર્યો ને ગતિશીલ બનાવવા સાથે માનવસેવા ચેરીટેબલ  ટ્રસ્ટે  ગાબટ ખાતે કાર્યાલય નો શુભારંભ કરી  સંદેશ આપ્યો હતો.આ પ્રસંગે ભગત પરિવાર અમદાવાદ દ્વારા 32 ટિફિન લાભાર્થીઓને  શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું.અને ટ્રસ્ટ તરફથી મોમેંટો અર્પણ કર્યા હતા.





માનવ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ છેલ્લા 3 વર્ષથી કાર્યરત છે જેમાં જરૂરિયાત મંદોને  ની : શુલ્ક જમવાનું અન્નક્ષેત્ર ચલાવવામાં આવી રહ્યું છે તેમજ દર વર્ષે આદર્શ લગ્ન જેમાં ગરીબ દીકરીઓને ની: શુલ્ક સમૂહ લગ્નમાં દાતાશ્રીઓના સહકારથી  કન્યાદાન સ્વરૂપે વિવિધ વસ્તુઓ આપીને સમૂહલગ્નનું  આયોજન થાય છે.તેમજ અસ્થીબેંક ચલાવવામાં આવે છે જેમાં અસ્થિઓ વિસર્જન ધાર્મિક જગ્યાએ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે.કોરોના ની મહામારીમાં મેડિકલ સેવા અને ગરીબ લોકો ને કપડાં વિતરણ પણ ટ્રસ્ટ દ્વારા કરીને સેવા ના અનેક કાર્યો કરી રહી છે.

માનવસેવા ચેરીટેબલ ટ્રસ્ટ કોઈ પણ જાતના જાતિવાદ , ધર્મવાદ કે કે કોઈ પણ પ્રકારના ભેદભાવ વગર નિસ્વાર્થ ભાવે સર્વ ધર્મ સમભાવ ના સૂત્રને ચરિતાર્થ કરતું આદર્શ ટ્રસ્ટ છે .માનવસેવા ચેરીટેબલ ટ્રસ્ટ ના કાર્યાલયના શુભારંભ માં  ગાબટ ગામના સરપંચ  દ્વારા ટ્રસ્ટ ની કામગીરીમાં વેગ મળે તે હેતુસર ગ્રામપંચાયત દ્વારા જમીન ની ફાળવણી કરવાની પણ જાહેરાત કરી  હતી.અને આ જાહેરાત થી ટ્રસ્ટ ના સભ્યો એ આનંદની લાગણી અનુભવી હતી. બાયડ તાલુકાના ગાબટ ગામ ના પ્રજાજનો ટ્રસ્ટના ઉતરોતર કામગીરીને  બિરદાવી હતી.