મંદિરોમાં ભગવાન પણ સલામત નથી...!! મોડાસાના ગ્રામ્ય વિસ્તારના 3 મંદિર, 4 બંધ મકાનમાં તસ્કરો ત્રાટક્યા
બ્યૂરો રિપોટ. કેતન પ્રણામી અરવલ્લી.
તસ્કર ટોળકી ખાખી વર્દીને ખુલ્લાંએમ ચેલેન્જ આપી રહી હોય તેમ મન ફાવે ત્યારે ગમે ત્યાં ચોરી કરી પોલીસની આબરૂનું ચીરહરણ કરી રહી છે. પોલીસતંત્ર સબ સલામતની ગુલબાંગો ફૂંકી રહી બીજીબાજુ તસ્કરો ગ્રામ્ય વિસ્તારના મંદિરો અને બંધ મકાનોને નિશાન બનાવતા લોકોમાં ભય ફેલાયો છે. (અહેવાલના અંતમાં CCTV ફૂટેજ પણ દર્શાવ્યા છે)મોડાસાના જીતપુર, રાજપુર અને બિલાડી ઘોડા ગામે તસ્કરોએ ભગવાનનો ડર રાખ્યા વગર ત્રણ મંદિરોને નિશાન બનાવ્યા હતા
અને મંદિરની દાનપેટીઓ તોડી રોકડની ચોરી કરી લઈ પલાયન થઈ ગયા હતા. સુરપુરમાં ત્રણ અને રાજપુરમાં એક બંધ મકાનમાં પણ ચોરોએ હાથફેરો કર્યો હતો. ગ્રામજનોએ મોડાસા રૂરલ પોલીસને જાણ કરતા રાબેતા મુજબ પોલીસ કાફલો ધસી આવી પ્રાથમિક તપાસ હાથધરી કાયદેસરની કાર્યવાહી કરી તસ્કરોને ઝડપી પાડવાની હૈયાધારણા આપી.તસ્કરો ચોરીઓ કરવા માટે કોઈ પણ તુક્કા શોધી કાઢતા હોય છે. વાહન ચોરી, ચીલ ઝડપ, લૂંટ, ઘરફોડ સહિત તસ્કરોને જાણે ભગવાનનો પણ ડર ન હોય તેમ મંદિરોને પણ છોડતા નથી. મોડાસા તાલુકાના બિલાડીઘોડા ગામે આવેલ જોગણી માતાના મંદિરમાં ત્રાટકી દાનપેટી ઉઠાવતા ગ્રામજનો જાગી જતા તસ્કરો દાનપેટી
સાથે ભાગ્ય હતા. થોડે દૂર દાનપેટી નાખી દઈ પેટીમાં રહેલા ૪૫ થી ૫૦ હજાર રૂપિયા ચોરી લીધા હતા. તસકરોએ મંદિરમાં ચોરીનો સિલસિલો યથાવત રાખી રાજપુરમાં આવેલા પ્રસિદ્ધ રામદેવ મંદિરમાં દાનપેટીમાં રાખેલા ૫ હજારની ચોરી કરી હતી. મંદિરમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં ચોરીની ઘટના કેદ થઈ હતી. રાજપુરમાં એક બંધ મકાનમાં હાથફેરો કરી તસ્કરોએ જીતપુર ગામે આવેલ મંદિરમાંથી ૫ હજારની ચોરી કરી પલાયન થયા હતા.ચોર-લૂંટારુ ગેંગને કોઈ ડર જ ન હોય તેમ મારડિયા પાટિયા નજીક આવેલા સુરપુર ગામમાં ત્રણ બંધ મકાનોને નિશાન બનાવી ઘરમાં રહેલા કિંમતી દાગીના અને રોકડ રકમની લૂંટ કરી ફરાર થઈ જતા એક જ રાતમાં ઘરફોડ ચોરી કરતી ગેંગે 3 મંદિર અને 4 બંધ મકાનોમાં ચોરી કરતા ગ્રામ્ય વિસ્તારના લોકોમાં ભારે ફફડાટ ફેલાયો હતો. ગ્રામ્ય વિસ્તારોમાં પોલીસતંત્રની કામગીરી સામે રોષ ભભૂકી ઉઠ્યો હતો. મોડાસા રૂરલ પોલીસ ઘટનાસ્થળે પહોંચી પ્રાથમિક તપાસ હાથધરી રાજપુર મંદિરમાં લગાવેલ સીસીટીવી કેમેરામાં કેદ થયેલ ચોરીની ઘટનાને અંજામ આપનાર તસ્કરોને ઝડપી પાડવા તજવીજ હાથધરી હતી.જિલ્લામાં ગામડાઓમાં પોલીસ પેટ્રોલીંગના અભાવે તસ્કરોને મોકળું મેદાન મળતું હોય સમયાંતરે ગામડાઓમાં પોલીસ રાત્રી પેટ્રોલીંગ કરે તેવી ગામલોકોમાં માંગ થઈ રહી.

