આંતરરાજ્ય ચેકપોસ્ટ બંધ કર્યા પછી અરવલ્લી-સાબરકાંઠા જીલ્લાના રૂટો પરથી દારૂનું વહન બંધ
બ્યૂરો રિપોટ. કેતન પ્રણામી અરવલ્લી.
અરવલ્લી-સાબરકાંઠા જીલ્લાની આંતરરાજ્ય સરહદો પરથી વર્ષે દહાડે કરોડો રૂપિયાનો વિવિધ વાહનો મારફતે વિદેશી દારૂ- બિયર ગુજરાતમાં ઠાલવામાં આવી રહ્યો છે રાજ્ય પોલીસવડા શિવાનંદ ઝાએ રાજ્યની તમામ આંતરરાજ્ય અને આંતરિક ચેકપોસ્ટ બંધ કરવાના નિર્ણય પછી બંને જિલ્લામાં આશ્ચર્ય જનક સ્થિતિનું નિર્માણ થયું હોય તેમ બંને જીલ્લાની આંતરરાજ્ય સરહદો પરથી જાણે બુટલેગરોએ વિદેશી દારૂ ઘુસાડવાનું બંધ કરી દીધું હોય તેમ છેલ્લા મહિના દરમિયાન વિદેશી દારૂનો જથ્થો ઝડપવાની ઘટનાઓ નહિવત બનતા પોલીસતંત્રની કામગીરી સામે અનેક સવાલો પેદા થયા છે. શામળાજી નજીક રતનપુર ચેકપોસ્ટ,ઉંડવા, ભિલોડા, રેલ્લાવાડા,ખેડભ્રહ્મા, વિજયનગર રાણી ચેકપોસ્ટ અને ખેરોજ રોડ પરથી મોટા પ્રમાણમાં વિદેશી દારૂ વિવિધ વાહનોમાંથી ઝડપી પડતું પોલીસતંત્ર આંખ આડે કાન કરતુ હોય તેવું લોક મુખે ચર્ચાઈ રહ્યું છે અમદાવાદ,ગાંધીનગર અને સૌરાષ્ટ્રમાં પોલીસ મોટા પ્રમાણમાં ટ્રક-કન્ટેનર અને અન્ય વાહનોમાંથી વિદેશી દારૂ ઝડપી રહી છે જેમાં મોટા ભાગના વાહનો રાજસ્થાન, હરિયાણા અને પંજાબ રાજ્યના રજીસ્ટ્રેશન પાસિંગના હોવાની અને આ વાહનો અરવલ્લી-સાબરકાંઠાના મુખ્ય અને અંતરિયાળ માર્ગો પરથી પસાર થયા હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી.
ગુજરાતના બોર્ડરથી રાજસ્થાન સહીત અન્ય પરપરપ્રાંતીય રાજ્યમાંથી અરવલ્લી-સાબરકાંઠા જીલ્લાના માર્ગો પરથી મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો નાના મોટા વાહનો ધ્વારા ગુજરાતના અમદાવાદ,નડીયાદ,આણંદ,કપડવંજ બાલાસીનોર અને નરોડા અને સૌરાષ્ટ્ર જેવા વિસ્તારોમાં ગેરકાયદેસર રીતે ગાંધીનગર સ્થિત કેટલાક અધિકારીઓ અને પદાધિકારીઓની મીલીભગત થી મોટા પ્રમાણમાં પરપ્રાંતીય અને સ્થાનિક બુટલેગરો લાઈનો મારફતે વિદેશી દારૂ ઠાલવી યુવાધનને બરબાદીની ગર્તામાં ધકેલી રહ્યા છે બંને જીલ્લાની પોલીસ હાલ મૂક પ્રેક્ષક બની તમાશો જોઈ રહી હોવાની ચર્ચા પોલીસબેડામાં ચર્ચાઈ રહી છે સ્થાનિક બુટલેગરો ખુલ્લેઆમ દેશી-વિદેશી દારૂનો વેપલો બિન્દાસ્ત કરી રહ્યા હોવાની બૂમો ઉઠી છે.
