TOP NEWS

हर खबर आप तक, केवल आजतक 24 न्यूज पर, |    हर खबर आप तक, केवल आजतक 24 न्यूज पर,​ |    हर खबर आप तक, केवल आजतक 24 न्यूज पर, |   

ગુજરાત: ખોટા આદિવાસી પ્રમાણપત્રો રદ કરવા અને LRD ગેર બંધારણીય પરિપત્ર રદ કરોની માંગ સાથે મામલતદારને આવેદન


 

બ્યૂરો રિપોટ. કેતન પ્રણામી અરવલ્લી. 




ફેબ્રુઆરીથી ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે આદિવાસીઓના ખોટા પ્રમાણપત્રો લઈ નોકરી કરનારને દૂર કરવાની માંગણી સાથે આદિવાસી સંગઠનો આંદોલન કરી રહ્યા છે અને હાલ ધરણા પર બેઠા છે એલઆરડી ભરતીમાં અનામતમાં સમાવિષ્ઠ મહિલાઓને અન્યાય થતા અરવલ્લી જીલ્લાના ભિલોડામાં અને સાબરકાંઠા ના ખેડભ્રહ્મામાં ગુજરાત આદિવાસી યુવા એકતા પરિસદ અને આદિવાસી સમાજના અગ્રણીઓ,યુવાનો, મહિલાઓએ સરકાર સામે સુત્રોચ્ચાર કરી અને મામલતદાર મારફત મુખ્યમંત્રીને પત્ર લખી પગલાં ભરવા માંગ કરી હતી.ગુજરાત આદિવાસી યુવા એકતા પરિસદના પ્રમુખ રાજેન્દ્ર પારઘી સહીત આદિવાસી સમાજના અગ્રણીઓએ ભિલોડા મામલતદારને આવેદનપત્ર આપી જણાવ્યું હતું કે જ્યાં સરકાર સામે સુત્રોચ્ચાર કરી રોષ પ્રગટ કર્યો હતો. આવેદનપત્રમાં નેસ વિસ્તારમાં રહેતાં હોય તે સિવાયના રબારી, ભરવાડ અને ચારણ જાતિના લોકોને ખોટા પ્રમાણપત્રો રાજ્ય સરકારે આપ્યા હોવાનો આક્ષેપ કર્યો છે.

આ સાથે ખોટા પ્રમાણપત્ર રદ્દ કરવા અને લેનાર તથા આપનાર ઇસમો સામે કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરી હતી. ૨૯-૧૦-૧૯૫૬ના પ્રેસિડેન્સિયલ ઓર્ડરથી ગીર, બરડો અને આલેચના જંગલ વિસ્તારના નેસમાં રહેતા રબારી, ભરવાડ અને ચારણ જાતિઓનો અનુસુચિત જનજાતિમાં સમાવેશ કરવામાં આવેલ છે. તેમને ઓબીસીમાં સમાવેશ કરવા ભારત સરકારમાં દરખાસ્ત કરવી અને ગુજરાત સરકાર દ્વારા જાતિ પ્રમાણપત્ર આપવા માટે કરવામાં આવેલ ગેરબંધારણીય તમામ ઠરાવો, પરિપત્રો મૂળ અસરથી રદ કરવામાં આવેની માંગ કરી હતી તદુપરાંત એલઆરડી ભરતીમાં પણ આદીવાસી સમાજના ખોટા પ્રમાણપત્રો રજુ કરવામાં આવ્યા હોવાથી તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવા રજૂઆત કરી છે. આ સમગ્ર મામલે સાચા આદિવાસી અધિકાર બચાવો સમિતિ અને ગુજરાત આદિવાસી એકતા પરિષદ દ્રારા રોષ  ઠાલવવામાં આવ્યો હતો.


"ગુજરાત આદિવાસી યુવા એકતા પરિસદ પ્રમુખ રાજેન્દ્ર પારધીના જણાવ્યા અનુસાર"


રાજ્ય સરકારે ગુજરાત વિધાનસભામાં આદિજાતિના ખોટા પ્રમાણપત્રો રદ કરવાનો કાયદો બનાવ્યો હતો કાયદાનો અમલનો અમલ કરવા માટે આદિજાતિ કમિશ્નરના નેતૃત્વમાં સમિતિ બનાવવામાં આવી હતી આ સમિતિએ ૨૦૦ થી વધુ ખોટા પ્રમાણપત્રો રદ કર્યા હતા પરંતુ અગમ્ય કારણોસર કે ભારે દબાણના કારણે રદ થયેલા ખોટા પ્રમાણપત્રોને એકાદ બે તક આપી પ્રમાણપત્ર માન્ય કરવાની કાર્યવાહી ચાલે છે જેથી આદિવાસી સમાજને ઘોર અન્યાય થતા આગામી સમયમાં વિધાનસભા ઘેરાવ કરવાનો અને ભગતસિંહના માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી.