TOP NEWS

हर खबर आप तक, केवल आजतक 24 न्यूज पर, |    हर खबर आप तक, केवल आजतक 24 न्यूज पर,​ |    हर खबर आप तक, केवल आजतक 24 न्यूज पर, |   

મોડાસા: મામાના ઘરે આવેલ નરાધમ ભાણેજે પાડોશમાં રહેતી ૯ વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરતા ચકચાર





રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી દુષ્કર્મની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે.અરવલ્લી જીલ્લાના મોડાસા તાલુકાના એક ગ્રામ્ય વિસ્તારમાં મામાના ઘરે આવેલા નરાધમ યુવકે પાડોશમાં રહેતી ૯ વર્ષની બાળા પર દુષ્કર્મ આચરી ફરાર થઈ જતા ભારે ચકચાર મચી ગઈ હતી.  મોડાસા રૂરલ પોલીસસ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે દુષ્કર્મી યુવકને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.


ધુળેટીના પર્વના દિવસે મેઘરજના ભુવાલ ગામનો નરાધમ યુવક મોડાસાના એક ગ્રામ્ય વિસ્તારમાં રહેતા તેના મામાના ઘરે મહેમાન ગતિએ આવ્યો હતો. નરાધમ યુવકને મનમાં વાસનાનો કીડો સળવળતા પાડોશમાં રહેતી ૯ વર્ષની બાળકીને ઊંચી કરી નજીકમાં રહેલા પશુઓના પાણી પીવડાવવાના ખાલી હવાડામાં લઈ જઈ ડરાવી ધમકાવી દુષ્કર્મ આચરતા ભારે ચકચાર મચી હતીમોડાસા રૂરલ પોલીસે યુવક વિરુદ્ધ દુષ્કર્મ અને પોક્સો એક્ટ હેઠળ ગુન્હો નોંધી ઝડપી પાડવા ચક્રોગતિમાન કરી દુષ્કર્મનો ભોગ બનેલી ૯ વર્ષીય બાળકીને સારવાર અર્થે સરકારી દવાખાને ખસેડી શારીરક પરીક્ષણ માટેની તજવીજ હાથધરી હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી.

કેતન પ્રણામી અરવલ્લી