TOP NEWS

हर खबर आप तक, केवल आजतक 24 न्यूज पर, |    हर खबर आप तक, केवल आजतक 24 न्यूज पर,​ |    हर खबर आप तक, केवल आजतक 24 न्यूज पर, |   

અરવલ્લી જિલ્લામાં કોરોના સામે સલામતી માટે રાત્રી બજાર, હાટ બજાર,ખાણી-પીણી બજાર બંધ કરવામાં આવશે




                                                     
તા. ૧૯ : મોડાસા  નગર અને જિલ્લામાં સંક્રમણકારી કોરોના વાયરસને પ્રસરતો રોકવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા લેવામાં આવેલા પગલાંની માહિતી આપવા માટે યોજાયેલી પત્રકાર પરિષદમાં કલેક્ટર શ્રી અમૃતેષ ઔરંગાબાદકરે સ્પષ્ટપણે જણાવ્યું કે, લોકોની સલામતી માટે જિલ્લા વહીવટી તંત્ર સઘન પગલાં લેવામાં આવશે. લોકોનું એકઠા થવાનું ટળે એ માટે જિલ્લાની સિનેમાગૃહ  બંધ કરવામાં આવશે.
પત્રકારો સાથે સંવાદ કરતા  શ્રી અમૃતેષ ઔરંગાબાદકર ઉમેર્યું કે, કોરાના વાયરસથી લોકોએ ડરવાની બિલ્કુલ જરૂર નથી.અરવલ્લી સહિત સમગ્ર ગુજરાતમાં આ રોગનો એક પણ દર્દી જોવા મળ્યો નથી. પણ, આ વાયરસ સામે સાવચેતી એ જ સલામતી છે. એટલે જ રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવેલી સૂચનાનો અરવલ્લી જિલ્લામાં અસરકારક અમલ કરવામાં આવી રહ્યો છે.


તેમણે કહ્યું કે, અરવલ્લી  જિલ્લામાં આ માટે તંત્ર દ્વારા વ્યાપક પ્રચાર કરીને નાગરિકોને જાગૃત કરવામાં આવી રહ્યાં છે. જિલ્લામાં ૭ સરકારી અને ખાનગી હોસ્પીટલોમાં ક્વોરોન્ટાઇન વોર્ડ ઉભા કરવામાં આવ્યા છે જેમાં ૭૫૪ બેડમાંથી કેટલાક બેડ જે માત્ર કોરોના વાયરસગ્રસ્ત દર્દીઓ માટે રીઝર્વડ રાખવામાં આવેલ છે. આઇસોલેશન વોર્ડમાં ૮ વેન્ટીલેટર સહિત ૧૫ બેડની વ્યવસ્થા કરવામાં આવી છે ઉપરાંત સાવચેતીના ભાગ રૂપે જિલ્લામાં હેલ્પલાઈન સેવા પણ શરૂ કરવામાં આવેલ છે.
તેમણે જણાવ્યું કે, આગામી ૧૫ દિવસ દેશમાં કોરોના વાયરસનો ફેલાવો રોકવા માટે ખૂબ મહત્વના હોય જિલ્લા વહિવટી તંત્ર આ માટે સંપૂર્ણ સજ્જ છે. જિલ્લામાં અત્યાર સુધીમાં જનજાગૃતિ માટે ૮૩૧ બેનર્સ લગાવવામાં આવ્યા છે અને ૧,૧૧,૮૭૬ લાખ પત્રિકાઓનુ વિતરણ કરવામાં આવ્યું છે. સોશિયલ મિડીયાથી પણ પ્રચાર કરવામાં આવી રહ્યો છે અને ૧,૧૨,0૯૧ લોકોનો વ્યક્તિગત સંપર્ક કરવામાં આવ્યો છે.
તેમણે જણાવ્યું કે, જિલ્લામાં ૨૪ વ્યક્તિઓને સંદિગ્ધ તરીકે દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા હતા. જેમાં અમુક વ્યકતિઓને સતત ૧૪ દિવસ સુધી આ વાયરસના કોઇ પણ લક્ષણ નથી જણાયા. જયારે બાકીના વ્યક્તિઓ પર ૧૪ દિવસ થાય ત્યાં સુધી વોચ રાખવામાં આવશે. અત્યાર સુધી જિલ્લામાં અને રાજયમાં એક પણ પોઝેટિવ કેસ નથી નોંધાયો.
જિલ્લામાં  જાહેરમાં થૂંકનારી  વ્યક્તિને દંડ કરવામાં આવી રહ્યો છે. નગરપાલિકા દ્વારા સફાઇ દ્વારા સફાઇ કામગીરી સઘન રીતે થાય એવી સૂચના આપી દેવામાં આવી છે. સરકારે માસ્ક અને હેન્ડ સેનીટાઇઝર્સનો આવશ્યક વસ્તુ અધિનિયમ હેઠળ સમાવેશ કર્યો છે અને આ વસ્તુઓમાં કોઇ પણ જાતની નફાખોરી ન કરવામાં આવે તે માટે તંત્ર દ્વારા આવશ્યક પગલા લેવામાં આવી રહ્યાં છે. હાલમાં તંત્ર પાસે માસ્કનો સ્ટોક ઉપલબ્ધ છે તે આરોગ્ય કેન્દ્રો મારફતે વિતરણ કરવામાં આવી રહ્યા છે અને જરૂરીયાય જણાતા સરકાર પાસે માસ્ક માટે માંગણી કરવામાં આવી છે.
ઉક્ત સંદર્ભમાં તેમણે ઉમેર્યુ કે, દરેક સામન્ય માણસે માસ્ક પહેરવો જરૂરી નથી. ફક્ત જે લોકો સંદિગ્ધ છે તેમના પરીજનોએ માસ્ક પહેરવાની આવશ્યકતા છે. નાગરિકો આ વાયરસથી બચવા માટે જાહેર કરવામાં આવેલી સાવચેતીઓનું અવશ્ય પાલન કરે અને ધાર્મિક કે સામાજિક પ્રસંગોમાં કે ભીડભાડવાળી જગ્યાએ જવાનું ટાળવું જોઇએ. વારંવાર હાથ સાબુ કે સેનીટાઇઝરથી ધોવા જોઇએ. જયાં ત્યાં થુકવું ન જોઇએ. બહાર દુકાનો પર ખાવા-પીવાનું ટાળવું.
કલેક્ટરશ્રીએ વધુમાં જણાવ્યું હતુ કે જિલ્લો રાજસ્થાન બોર્ડર સાથે જોડાયેલ હોવાના કારણે જિલ્લામાં પ્રવેશતા મુસાફરોનું ચેકપોસ્ટ પર જ આરોગ્યની ટીમ તપાસ કરે છે તેમજ માર્કેટ યાર્ડમાં ખેડૂતો પાકનું વેચાણ કરવા આવે છે તેમનું પણ આરોગ્ય ટીમ દ્વારા સતત નજર રાખવામાં આવી રહી છે અને તેમને પણ આ વાયરસથી જાગૃત કરવામાં આવી રહ્યા છે અને તેમને પણ વારંવાર સંપર્કમાં આવતા હાથ લીક્વીડ અને સાબુથી ધોવડાવાય છે. ઉપરાંત જિલ્લામા ખાણી-પીણીની લારીઓ પણ તંત્ર ધ્વારા બંધ કરાવી દેવામાં આવી છે
પત્રકાર પરીષદમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડો. અનિલ ધામેલીયા, અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી આર.જે.વલવી,જિલ્લા આરોગ્ય અધિકારી ડો. અમરનાથ વર્મા અને પ્રિન્ટ તેમજ ઈલેક્ટ્રોનિક મીડિયાના પત્રકારશ્રીઓ  ઉપસ્થિત રહ્યા હતા.

કેતન પ્રણામી અરવલ્લી