સાયરા કેસ: બે આરોપીઓની જામીન અરજી પર ૧૧ માર્ચ સુનવણી: સી.આઈ.ડી એ મુખ્ય આરોપીના નાર્કોટેસ્ટ માટે અરજી કરી
મોડાસાના સાયરા (અમરાપુર)ની ૧૯ વર્ષીય યુવતીના શંકાસ્પદ મૃત્યુ મામલે સમગ્ર રાજ્યમાં ભારે પડઘા પડતા અને અરવલ્લી જીલ્લા પોલીસતંત્રની ઢીલી નીતિનો આક્ષેપ થતા પોલીસ મહાનિર્દેશક શિવાનંદ ઝાએ સમગ્ર કેસની તપાસ સીઆઈડી ક્રાઈમને સોંપવામાં આવી હતી આ બે મહિના થવા છતાં હજુ યુવતીના મોતનું રહસ્ય અકબંધ રહ્યું છે ત્યારે સાયરા
કેસના બીમલ ભરવાડ અને દર્શન ભરવાડે મોડાસા કોર્ટમાં રેગ્યુલર જામીન અરજી દાખલ કરવામાં આવતા કોર્ટે જામીન અરજી માટે ગુરુવારે સુનવણી હાથધર્યા પછી જામીન અંગે ૧૧ માર્ચે સુનવણી હાથધરવામાં આવશે જણાવી મુદત પાડી હતી સીઆઈડી ક્રાઈમે કેસના મુખ્ય આરોપી બિમલ ભરત ભાઈ ભરવાડ સહકાર અપાતો ન હોવાથી નાર્કો ટેસ્ટ માટે કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે.ત્રણે આરોપીઓ હાલ સબ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે તેમાંથી બિમલ ભરવાડ અને દર્શન ભરવાડે રેગ્યુલર જામીન મેળવવા અરજી દાખલ કરતા ગુરુવારે સુનવણી નામદાર કોર્ટે સુનવણી હાથધરી જામીન અરજી સંદર્ભે વધુ સુનવણી ૧૧ માર્ચ ના રોજ હાથ ધરવા મામલે મુદત પાડી હતી,એડવોકેટ કેવલસિંહ રાઠોડ પીડિતો ના પક્ષે નામદાર કોર્ટ સમક્ષ હાજર રહ્યા હતા,સમગ્ર મામલાની ક્રાઈમ બ્રાન્ચ તપાસ કરી રહી છે તેનો પરિવારજનો અને કેવલસિંહ રાઠોડે સંતોષ હોવાનું જણાવ્યું હતું.અને કેસની તપાસ ૧૯ જાન્યુઆરીથી સી.આઈ.ડી ક્રાઈમના ડીઆઈજી ગૌતમ પરમારના નેતૃત્વમાં એસપી વીરેન્દ્ર યાદવ, ડીવાયએસપી અશ્વિન પટેલ સહિતની ટિમ કરી રહી છે આ કેસનો મુખ્ય આરોપી બિમલ ભરતભાઈ ભરવાડ તપાસમાં સહકાર આપતો ન હોવાથી નાર્કો એનાલિસિસ ટેસ્ટ માટે કોર્ટમાં અરજી કરવામાં આવી હોવાનું ડીવાયએસપીએ જણાવ્યું હતું
બ્યૂરો રિપોટ. કેતન પ્રણામી અરવલ્લી