TOP NEWS

हर खबर आप तक, केवल आजतक 24 न्यूज पर, |    हर खबर आप तक, केवल आजतक 24 न्यूज पर,​ |    हर खबर आप तक, केवल आजतक 24 न्यूज पर, |   

સ્ટેટ વિજિલન્સ ત્રાટક્યા ના થોડાકજ કલાકો પછી શામળાજી પોલીસે ટ્રકમાંથી ૭.૨૯ લાખના દારૂ સાથે ડ્રાઈવરને દબોચ્યો



સ્ટેટ વિજિલન્સ ત્રાટકયા ના થોડાક જ કલાકોમાં શામળાજી પીએસઆઈ એસ.એચ.પરમાર અને તેમની ટીમે વેણપુર ગામની સીમમાં રાજસ્થાન તરફથી આવતા વાહનોનું સઘન ચેકિંગ હાથધરાતા કોલ્ડડ્રીંકના બોક્સ ભરી પસાર થતા ટ્રક

(ગાડી.નં-  HP-62-A-0748 ) ને અટકાવી તલાસી લેતા કોલ્ડ્રીંક્સની આડમાં સંતાડી રાખેલો વિદેશી દારૂની બોટલ નંગ-૧૮૨૪ કિં.રૂ.૭૨૯૬૦૦/- નો જથ્થો જપ્ત કરી અજય મનોહરચન્દ્ર ઠાકુર (રહે,મલહાઈ,હિમાચલ પ્રદેશ) ની ધરપકડ કરી ટ્રક, કોલ્ડ્રીંક્સના બોક્સ નંગ-૪૨૦ અને મોબાઈલ નંગ-૨ કુલ રૂ.૧૭૯૪૧૦૦/- નો મુદ્દામાલ જપ્ત કરી ટ્રકમાં વિદેશી દારૂ ભરી આપનાર બુટલેગર  મનીષ (રહે,ચંદીગઢ) વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.

કેતન પ્રણામી અરવલ્લી