TOP NEWS

हर खबर आप तक, केवल आजतक 24 न्यूज पर, |    हर खबर आप तक, केवल आजतक 24 न्यूज पर,​ |    हर खबर आप तक, केवल आजतक 24 न्यूज पर, |   

આઈ.એમ.એ મોડાસાએ ડોક્ટરો પર થઈ રહેલી હિંસાનો વિરોધ કરવા “વ્હાઇટ એલર્ટ” માં મીણબત્તી સળગાવી : કેન્દ્ર સરકારના કાયદાને આવકાર્યો

કેતન પ્રણામી અરવલ્લી



ગુજરાત સહિત દેશભરના ડોક્ટરો ૨૨ એપ્રિલે 'વ્હાઇટ એલર્ટ' અને ૨૩ એપ્રિલે 'બ્લેક ડે' નક્કી કરવામાં આવ્યું હતું કેન્દ્ર સરકારે તબીબો પર હુમલા વધતા તબીબોની માંગણી સ્વીકારી ૧૨૩ વર્ષ જુના એપેડેમિક ડિસીઝ એક્ટ ૧૮૯૭માં સુધારો કરી  આરોગ્યકર્મી પર હુમલો કરનાર સામે ૭ વર્ષ સુધીની કેદ અને ૫ લાખનો દંડ નવો કાયદો અમલમાં લાવવામાં આવ્યો છે આઇએમએ મોડાસાના તબીબોએ મીણબત્તી સળગાવી “વ્હાઇટ એલર્ટ” વિરોધ નોંધાવ્યો હતો જ્યારે શખ્ત કાયદો પસાર થતા  કાળી પટ્ટી ધારણ કરી કરવાનો વિરોધ પડતો મુકવામાં આવ્યો હતો.


કોરોના વાયરસ  નામની મહામારી સામેનો સૌથી મોટો લડવૈયો હોય તો તે છે ડૉક્ટર પરંતુ ડૉક્ટર સામે અનેકવાર શાબ્દિક હિંસા કે હુમલા થવાના કિસ્સાઓમાં નોંધપાત્ર વધારો થતા. જેની સામે વિરોધમાં ગુજરાત સહિત દેશભરનાં ડૉક્ટોએ કેન્દ્ર સરકાર સામે ખરડો પસાર કરવાની માંગ સાથેડૉક્ટરો જીવના જોખમે કાર્યરત હોવા છતાં તેમને અવારનવાર હિંસા-અપશબ્દોનો સામનો કરવો પડે છે.મોડાસાના પ્રમુખ દિવ્યાંગ પટેલના જણાવ્યા અનુસાર અનેક કિસ્સામાં ડોક્ટર સારવાર કરીને ઘરે પરત ફરે ત્યારે તેને તેની સોસાયટીમાં પ્રવેશ પણ આપવા દેવાતો નથી. આવી ઘટનાઓને અમે વખોડીએ છીએ અને ડૉક્ટર્સ, નર્સ, હેલ્થ કેર વર્કર્સ, હૉસ્પિટલ માટે કેન્દ્ર સરકાર દ્વારા ખાસ ,કાયદો પસાર કરવાની માંગ કરવામાં આવતા કેન્દ્ર સરકારે માંગ સ્વીકારી કાયદામાં સુધારો કરતા આઈએમએ મોડાસાના તબીબો કેન્દ્ર સરકારના કાયદાને આવકારીએ છીએ અને બીજા દિવસે કાળી પટ્ટી ધારણ કરી વિરોધ પ્રદર્શન કરવાનો નિર્ણય પડતો મુકવામાં આવ્યો હોવાનું જણાવ્યું હતું.