TOP NEWS

हर खबर आप तक, केवल आजतक 24 न्यूज पर, |    हर खबर आप तक, केवल आजतक 24 न्यूज पर,​ |    हर खबर आप तक, केवल आजतक 24 न्यूज पर, |   

અરવલ્લી જિલ્લામાં માસ્ક બનાવવા માટે રૂ. ૭.૧૫ લાખથી વધુનુ પ્રાપ્ત થયુ અનુદાન

કેતન પ્રણામી અરવલ્લી


અરવલ્લી જિલ્લાની સખી મંડલ ની બહેનો તથા અન્ય સંસ્થાઓ  દ્વારા કોરોના ની લડાઈમાં માસ્ક બનાવવામાં સારો સહકાર આપ્યો હતો. કોરોના સામેની લડાઇમાં સેવાભાવી સંસ્થાઓથી લઇ જિલ્લાના વહિવટીતંત્ર દ્વારા અથાગ કામગીરી હાથ ધરવામાં આવી છે ત્યારે અરવલ્લી જિલ્લા પંચાયત હસ્તકની જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા  ચાલતા ગ્રામીણ સખી મંડળની બહેનોએ જિલ્લાના જુદા જુદા વિભાગો દ્વારા મળેલ માસ્ક બનાવવાના ઓર્ડર ને સ્વીકારી  કોરોના સામેની લડતમાં સહકાર આપ્યો છે.


જેમાં અરવલ્લી જિલ્લાના ૩૦  સખી મંડળ ના ૭૯ સખી મંડળની બહેનોએ, આઇ.ટી.આઇ મોડાસા અને અન્ય સ્ંસ્થાઓ દ્રારા અત્યાર સુધીમાં માં કુલ- ૮,૮૬, ૦૦૬ ઉપરાંત માસ્ક બનાવી  જિલ્લામાં કોરોનાની લડતમાં પોતાનું અનોખું યોગદાન આપેલ છે. બીજા માસ્ક બનાવવાની કામગીરી ચાલી રહેલ છે આગામી દિવસોમાં ૧૧ લાખ ઉપરાંત માસ્ક બનાવી જિલ્લાની  જનતાને આપવામાં આવશે એમ જિલ્લા વિકાસ અધિકારીશ્રી અનિલ ધામેલીયાએ જણાવ્યુ હતું.


  આ માસ્ક બનાવવા માટે કાપડ ખાદી ગ્રામ ઉધોગમાંથી ખરીદવામાં માટે તેમજ તૈયાર કરવા આવેલ માસ્કના ખર્ચ પેટે ચુકવવાના થતા નાણા માટે  અરવલ્લી બેન્ક એસોશીઅને રૂા. ૨,૯૨,૦૦૦ અરવલ્લી માધ્યમિક શિક્ષણાધિકરીશ્રી,પ્રાથમિક શિક્ષણ વિભાગ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી અને અન્ય વિભાગો દ્રારા  રૂા. ૭.૧૫ લાખ ઉપરાંતનુ અનુદાન પ્રાપ્ત થયેલ છે.
  વધુમાં શ્રી ધામેલીયાએ જણાવ્યુ હતુ કે તા. ૨૦ મી એપ્રિલથી તમામને માસ્ક લગાવવાનો રહેશે જેને માસ્ક લગાવેલ નહોય તેઓ દંડને પાત્ર થશે આ દંડ વસુલ કરવાની સત્તા ગ્રામ પંચાયતને સાંપવામાં આવી રહી છે.