TOP NEWS

हर खबर आप तक, केवल आजतक 24 न्यूज पर, |    हर खबर आप तक, केवल आजतक 24 न्यूज पर,​ |    हर खबर आप तक, केवल आजतक 24 न्यूज पर, |   

અરવલ્લીમાં દ્વિતીય દિવસે એ.પી.એલના ૧૧,૮૫૨ કાર્ડધારકોને લાભ લીધો.

કેતન પ્રણામી અરવલ્લી


 

 અરવલ્લી જિલ્લામાં નોન એફ.એસ.એ. એપીએલ-૧ રેશનકાર્ડ ધારકોને અનાજ વિતરણ હાથ ધરાયું ત્યારે વિતરણના બીજા દિવસે ૧૧,૮૫૨ કાર્ડધારકોએ  સરકાર માન્ય અનાજની દુકાન પર જઇને  પોતાનો જથ્થો લીધો હતો.
અરવલ્લી જિલ્લામાં ૭૧૬૮૫ રેશનકાર્ડધારકો છે અને તેમાં આશરે ૨,૯૪,૭૯૯ લોકોનો સમાવેશ થાય છે.


જેમાં એક રેશનકાર્ડ દીઠ ૧૦ કિ.ગ્રા. ઘઉં, ૩ કિ.ગ્રા. ચોખા, ૧ કિ.ગ્રા. ચણાદાળ અથવા ચણા અને ૧ કિ.ગ્રા. ખાંડનું વિનામૂલ્યે વિતરણ કરવામા આવી રહ્યુ છે. નાગરિક સમિતિની દેખરેખમાં કાર્યરત આ વિતરણ વ્યવસ્થામાં અરવલ્લી જિલ્લામાં પ્રથમ દિવસે ૧૪,૪૩૦ જયારે દ્વિતીય દિવસે૧૧,૮૫૨ રેશન કાર્ડ ધારકોને સોશ્યિલ ડિસ્ટન્ટ સાથે અનાજનું વિતરણ કરવમાં આવ્યું હતું.  જેમાં મોડાસામાં ૩૫૧૪ માલપુરમાં ૧૧૪૭ મેધરજમાં ૧૪૪૬  ભિલોડામાં ૨૪૦૨ બાયડમાં ૧૯૩૧ અને ધનસુરા તાલુકાના ૧૪૧૨ મળી કુલ ૧૧૮૫૨ રેશનકાર્ડ ધારકોએ લાભ લીધો હતો.