TOP NEWS

हर खबर आप तक, केवल आजतक 24 न्यूज पर, |    हर खबर आप तक, केवल आजतक 24 न्यूज पर,​ |    हर खबर आप तक, केवल आजतक 24 न्यूज पर, |   

અરવલ્લી: ૭૯ નિવૃત લશ્કર જવાનો પણ પોલીસની મદદે, લોકડાઉનની કડક અમલવારી માટે ફ્લેગમાર્ચ યોજવામાં આવી

કેતન પ્રણામી અરવલ્લી 

કોરોનાએ હાહાકાર મચાવ્યો છે ત્યારે સરકારે આખા દેશમાં ૩ મે  તંત્ર ખૂબ પ્રયાસ કરી રહ્યું છે.અરવલ્લી જિલ્લામાં અનેક જગ્યાએ લોકો લૉકડાઉનનું સમર્થન કરતા જોવા મળ્યા હતા. તો અમુક જગ્યા પર લોકો પોલીસ સાથે ઘર્ષણમાં ઉતર્યા હોવાનું પણ સામે આવ્યું હતું. તંત્ર દ્વારા સતત લોકોની ભીડ


એકઠી ન થાય અને રોગનું સંક્રમણ ફેલાય નહીં તે માટે ખડેપગે પ્રયાસો કરાઈ રહ્યા છે. જો કે હજુ પણ કેટલાય લોકો પરિસ્થિતિને સમજતા ન હોવાનું પણ ધ્યાને આવે છે. કોરોનાના ભયંકર રોગને કઈ રીતે રોકી શકાય તે માટે હજુ કેટલાય લોકોમાં જાગરૂકતા ન આવી હોય તેમ કેટલીય જગ્યાએ લોકોની ભીડ જોવા મળે છે. જાતે જ સોશીયલ ડીસ્ટનીંગ લોકો જાળવી શકતા ન હોવાને કારણે પોલીસને ન છુટકે લાલ આંખ કરવાની ફરજ પડે છે. અરવલ્લી જિલ્લામાં ૭૯ એક્સ આર્મી જવાનોની તૈનાતીકોરોના સામે લડવાના કામમાં હજુ પોલીસ સ્ટાફ રે હોવાથી સરકારે એક્સ આર્મીમેનનો સંપર્ક કરી


સેવામાં લેવા માટે દરેક જિલ્લાકક્ષાએ જણાવવામાં આવ્યું હતું. ત્યારે અરવલ્લી જિલ્લા પોલીસવડા મયુર પાટીલ સાથે ટેલીફોનીક વાત કરતાં તેઓએ જણાવ્યું હતું કે સરકારની ગાઈડલાઈન મુજબ જિલ્લામાં ૩૨૫ એક્સ આર્મીમેનનો સંપર્ક કરવામાં આવ્યો હતો. જેમાંથી હાલ ૭૯ એક્સ આર્મીમેન હાજર થયા છે. જેઓની સેવાઓ હાલ લેવાનું શરૂ કરવામાં આવ્યું છે. જેમ અન્ય એક્સ આર્મીમેન સંપર્ક કરશે તેમ તેઓને સેવામાં જોડવામાં આવશેમોડાસામાં પોલીસ અને એક્સ આર્મી દ્વારા મોડાસાના અનેક વિસ્તારોમાં ફ્લેગમાર્ચ યોજવામાં આવી હતી. મોડાસામાં ચાર રસ્તાથી લઈને કોલેજ રોડ, માલપુર રોડ, ડિપ વિસ્તાર સહિતના વિસ્તારોમાં અરવલ્લી જિલ્લા પોલીસવડા મયુર પાટીલની રાહબળી હેઠળ ફ્લેગમાર્ચ યોજવામાં આવી હતી.