TOP NEWS

हर खबर आप तक, केवल आजतक 24 न्यूज पर, |    हर खबर आप तक, केवल आजतक 24 न्यूज पर,​ |    हर खबर आप तक, केवल आजतक 24 न्यूज पर, |   

અરવલ્લી જિલ્લા ને રેડઝોન જાહેર કરતાં જિલ્લા કલેક્ટરે પ્રતિબંધિત જાહેરનામું પ્રસિદ્ધ કર્યુ :નિયમોનું ઉલ્લંઘન કરનાર સામે થશે કાર્યવાહી

કેતન પ્રણામી અરવલ્લી


           અરવલ્લી જિલ્લાને રેડઝોન જાહેર કરવામાં આવ્યો છે ત્યારે અરવલ્લી જિલ્લામાં જિલ્લા કલેક્ટરે જે જાહેરનામુ પ્રસિધ્ધ કર્યું છે તેમાં જણાવાયું છે કે સમગ્ર જિલ્લામાં ૪ કે તેથી વધુ વ્યક્તિઓએ એકઠા થવું નહીં, અતિઆવશ્યક ચીજવસ્તુઓ સિવાય તમામ ગતિવિધીઓ પર સાંજના ૭ થી સવારના ૭ વાગ્યા સુધી નજર રાખવામાં આવશે, બે પૈડા વાળા વાહન પર એક જ વ્યક્તિ અને ચાર પૈડા વાળા વાહનમાં ડ્રાઈવર સહિત ત્રણ વ્યક્તિથી વધુ મુસાફરી કરી શકશે નહી.૬૫ વર્ષથી ઉપરના અન્ય રોગથી પીડાતી વ્યક્તિઓ સગર્ભા મહિલાઓ અને ૧૦ વર્ષથી ઓછી ઉંમરના બાળકો આરોગ્ય હેતુ સિવાય ઘરની બહાર નિકળી શકશે નહીં. સાયકલ રિક્ષા, ઓટો રિક્ષા,


ટેક્સી સહિતના પરિવહન જિલ્લાની અંદર અંદર તેમજ અન્ય જિલ્લામાંથી બસોની અવર જવર પર પ્રતિબંધ રહેશે, મોલ, માર્કેટ ખોલવા પર પ્રતિબંધ રહેશે પરંતુ આવશ્યક ચીજવસ્તુઓનું વેચાણ કરી શકાશે, આવશ્યક ચીજવસ્તુઓ ખરીદવા આવેલાને સોશિયલ ડિસ્ટન્સ રાખવાની શરતે ચાલુ રાખી શકાશે, હેરકટીંગ, સલુન, ચાની દુકાન, ફરસાણ, ખાણીપીણી, મીઠાઈની દુકાનો, રેસ્ટોરન્ટ અને હોટલ બંધ રાખવાની રહેશે.ઉપરાંત કન્ટેઈનમેન્ટ ઝોનમાં જાહેર કરવામાં આવે તો પણ કોઈપણ પ્રકારની દુકાનો ચાલુ રાખી શકાશે નહીં, એગ્રો ઈનપુટ એકમો ચાલુ રખાશે, વિશાળ સંખ્યામાં લોકો એકત્રીત થાય તેવા કોઈ આયોજનો કરાશે નહીં, બધી જ સ્કૂલો, કોલેજ, શૈક્ષણિક કોચીંગ, જીમ, સીનેમા હોલ, શોપીંગ મોલ, સ્પોર્ટસ કોમ્પલેક્સ, સ્વીમીંગ પુલ, મનોરંજન પાર્ક, મેરેજ હોલ સહિત જ્યાં લોકોની અવર જવર થતી હોય તે તમામ સ્થળો જાહેર જનતા માટે બંધ રહેશે તેમજ ધાર્મિક મેળાવળા પણ બંદ રહેશે. પાન-મસાલાના ગલ્લાઓ તેમજ આ પ્રકારની ચીજવસ્તુઓનું વેચાણ કરતી દુકાનો બંધ રાખવાની રહેશે. કોઈપણ પ્રકારની કોરોના વાયરસ અંગેની અફવા ફેલાવવા પર પ્રતિબંધ, જાહેર રસ્તા પર થૂંકવું નહીં, ખાનગી ઓફિસોએ ૩૩ ટકા સ્ટાફ સાથે કામગીરી કરવાની રહેશે. જ્યારે આ જાહેરનામાનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે તેવું જણાવ્યું હતું.