TOP NEWS

हर खबर आप तक, केवल आजतक 24 न्यूज पर, |    हर खबर आप तक, केवल आजतक 24 न्यूज पर,​ |    हर खबर आप तक, केवल आजतक 24 न्यूज पर, |   

અરવલ્લી જિલ્લામાં વાવાઝોડાની અસરને લઇ કામગીરીની સમીક્ષા કરાઇ જિલ્લા કલેકટર શ્રી અમૃતેશ ઔરંગાબાદકરની અધ્યક્ષતામાં વિડીયો કોન્ફરન્સથી બેઠક

કેતન પ્રણામી અરવલ્લી


             રાજ્યમાં નિસર્ગ વાવાઝોડાની અસરને તમામ જિલ્લાઓને તકેદારી રાખવા જણાવાયું ત્યારે અરવલ્લી જિલ્લા કલેકટર શ્રી અમૃત્તેશ ઔરંગાબાદકરની અધ્યક્ષતામાં વિડીયો કોન્ફરન્સના માધ્યમથી તાલુકાના અધિકારીઓ થયેલ કામગીરી અંગે સમીક્ષા બેઠક યોજી હતી.


સોશ્યિલ ડિસ્ટન્સિંગનું પાલન થાય તેવી રીતે અરવલ્લી જિલ્લા કલેકટરશ્રી  અમૃત્તેશ ઔરંગાબાદકરે કલેકટર કચેરીના વિડીયો  કોન્ફરન્સ રૂમમાંથી  જિલ્લાના ૬ તાલુકાના અધિકારીઓ સાથે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી સંવાદ સાધતા જણાવ્યું હતું કે, યુજીસીએલ દ્વારા વીજ પ્રવાહ જળવાય રહે તેમજ વીજપોલના સ્થિતિ અંગે સાવચેતી રાખવી, તેમજ આરોગ્ય વિભાગની ઇમરજન્સી ટીમ તૈયાર કરવી, ઉપરાંત વાવાઝોડા સમયે જુના વૃક્ષો તથા ભયજનક બાંધકામોનુ સર્વે કરાવી તેનાથી થનાર સંભવિત નુકશાનને અટકાવવા અંગે તકેદારી રાખવા જણાવ્યું હતું.
આ સમીક્ષા બેઠકમાં  જિલ્લા વિકાસ અધિકારી શ્રી ડૉ. અનિલ ધામેલીયા, અધિક કલેકટર શ્રી આર.જે.વલવી સબંધિત વિભાગના અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.