TOP NEWS

हर खबर आप तक, केवल आजतक 24 न्यूज पर, |    हर खबर आप तक, केवल आजतक 24 न्यूज पर,​ |    हर खबर आप तक, केवल आजतक 24 न्यूज पर, |   

જળસંચયના કામો સમય મર્યાદામાં પૂર્ણ કરવા તાકીદ કરતા કલેકટર શ્રી અમૃત્તેશ ઔરંગાબાદકર

કેતન પ્રણામી અરવલ્લી



અરવલ્લી જિલ્લાની સુજલામ-સુફલામના કામગીરીની  સમીક્ષા કરાઇ
                     

અરવલ્લી જિલ્લા ખાતે સુફલામ સુફલામ જલ અભિયાન કામગીરીની સમીક્ષા બેઠક   જિલ્લા સમાહર્તા શ્રી અમૃત્તેશ ઔરંગાબાદકરના અધ્યક્ષસ્થાને મોડાસા કલેકટર કચેરી ખાતે યોજાઇ હતી.

      અરવલ્લી જિલ્લામાં સુજલામ સુફલામ અભિયાનના તૃતીય તબક્કામાં અંતર્ગત જળ સંચયના ૧૨૮૪ કામો હાથ ધરાયા છે. જેમાંથી  ૨૭૧ કામો પૂર્ણ કરવામાં આવ્યા છે. જયારે ૫૭૨ કામો પ્રગતિમાં છે. ચાલુ વર્ષે જળસંપત્તિ વિભાગના ૧૦૧૦, પાણી પુરવઠાના ૫૧, ગ્રામ વિકાસના ૧૨૫, વન વિભાગના ૬૯, વોટર શેડના ૨૩ તેમજ શહેરી વિસ્તારના ૬ મળી કુલ ૧૨૮૪ કામ કરવામાં આવી રહયા છે અત્યાર સુધીમા   જિલ્લામાં હાથ ધરાયેલ કામો માંથી ૨૭૧ કામો પૂર્ણ કરવામાં આવ્યા છે  જયારે સુજલામ-સુફલામ યોજના અંતર્ગતના બાકી રહેતા ૫૭૨ કામો ચોમાસા પહેલાં પૂર્ણ કરવા અધિકારીઓને જરૂરી સુચના આપી હતી.
    આ બેઠકમાં ગ્રામ વિકાસ નિયામકશ્રી દાવેરા, કાર્યપાલક સિંચાઇ શ્રી પટેલીયા  અન્ય અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહયા હતા.